હાલ એક સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગ્લોબલ માર્કેટ (Global Market)માં ભારે ઉતાર ચઢાવ પછી ભારતીય બજારમાં સોના(Gold) ચાંદી (Silver)ની કિંમતોમાં પણ થોડો બદલવા નજરમાં આવી રહ્યો છે. જો કે વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો પણ ભારતીય બજારમાં સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે ચાંદીની કિંમતમાં નજીવો વધારો જોવા મળ્યો હતો.
સોનાની કિંમત:
મળતી માહિતી અનુસાર, અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે આજે સવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાની કિંમત 67 રૂપિયા ઘટીને 50,027 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી પહોચી હતી. એટલે કે આજે વહેલી સવારે સોનાની કિંમતમાં 0.13 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ચાંદીની કિંમત:
ત્યારે હવે ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો, આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. ચાંદીની કિંમત 503 રૂપિયા વધીને 57,361 રૂપિયા પ્રતિ કિલોએ પહોચી છે. આજે સવારે ચાંદીની કિંમત 57,162 રૂપિયાથી શરૂ થઈ હતી પણ એ પછી કિંમત વધીને 57,420 સુધી પંહોચી હતી, જો કે એ પછી માંગમાં ઘટાડો આવ્યો હતો અને ચાંદી 57,361 પર ટ્રેડ થવા લાગી છે.
ગ્લોબલ માર્કેટમાં શું રહી કિંમત:
છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે શુક્રવારે પણ કિંમતમાં 0.12 નો વધારો જોવા મળ્યો હતો. ત્યારે ચાંદીની કિંમતની વાત કરીએ, તો તે 0.88 ટકા વધીને 19.2 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોચી છે. શુક્રવારે તેમાં 0.16 વધારો જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.