સુરત જિલ્લા ભાજપ અગ્રણીનો રંગરેલિયા માણતો કથિત વિડીયો વાયરલ થતા રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ

સુરતના બારડોલી (Bardoli, Surat) તાલુકાના ખરવાસા ગામના સહકારી અને રાજકીય અગ્રણીનો કથિત વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા ભાજપ અગ્રણી અજીત પટેલનો યુવતી સાથે બિભત્સ વિડિયો વાયરલ થયો છે. વીડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, ભાજપ અગ્રણી ઘરની બહાર મહિલા સાથે ન કરવાની હરકતો કરી રહ્યા છે. જે સમગ્ર રાસલીલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેનો વિડીયો વાયરલ થતા રાજકીય ક્ષેત્રમાં ભૂકંપ સર્જાઈ ગયો છે.

આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલા પણ અનેક નેતાઓના બિભત્સ હરકતો કરતા વિડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થયા છે. ત્યારે વધુ એક ભાજપના રંગીલા નેતાનો વિડીયો સામે આવતા ચકચાર મચી ગયો છે.

જાણવા મળ્યું છે કે, અજીત પટેલ પોતે સુમુલ ડિરેક્ટર અને બારડોલી તાલુકા પંચાયતના સભ્ય અને ભાજપ અગ્રણી છે. અજીત પટેલનો એક મહિલા સાથે રંગરેલીયા બનાવતો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પણ સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, એક મહિલા મોડી રાતના સમયે અર્ધનગ્ન હાલતમાં ઘરની બહાર આવે છે. સાથે આ રંગીલા નેતા પણ આવે છે. અને ત્યારબાદ મહિલા ને ભેટી, ન કરવાના કામ કરતા નજરે ચડી રહ્યા છે.

મોડી રાતના સમયે એકલતાનો લાભ લઇ રંગરેલીયા મનાવતા ભાજપ નેતાની આ ઘટનાએ વેગ પકડ્યો છે. સાથોસાથ સૂત્ર દ્વારા માહિતી મળી છે કે, મહિલા પરણીત છે, અને પરણિત મહિલાના પ્રેમમાં પડ્યાની વાત સામે આવી છે.

વીડિયો સામે આવતા ભાજપ અને સહકારી ક્ષેત્રમાં અનેક વાતો ચાલી રહી છે. કહેવું છે કે, કોઈ ઈરાદાપૂર્વક સ્પાઇ કેમેરા અથવા સીસીટીવી ગોઠવીને આ સ્ટિંગ કરવામાં આવ્યું છે. આ વિડીયો પાછળની હકીકત શું છે, તે ભાજપ પ્રમુખ CR પાટીલ અને જિલ્લા ભાજપ પ્રમુખ તપાસ બાદ કહી શકશે.

આવી પહેલી ઘટના નથી, આ પહેલા પણ સોશિયલ મીડિયામાં સત્તા પક્ષના અને વિરોધી પાર્ટીના નેતાઓના અનેક વીડિયો સામે આવ્યા છે. વિડીયો વાયરલ થતાની સાથે આંતરિક જૂથવાદ સપાટી આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જાણકારોનું માનીએ તો, અજીત પટેલનો આ વિડીયો પણ રાજકીય કિન્નખોરીને ધ્યાનમાં લઇ, પક્ષના જ કેટલાક હિતશત્રુઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હોય તેવી અનેક ચર્ચાઓ ચર્ચાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *