વેવાઈ વેવાણ ને પણ સારા કહેવડાવે એવી સુરતની ઘટના: ભાજપના મહિલા કોર્પોરેટરે બીજુ ઘર ભાંગ્યુ અને થયા રફુચક્કર

સુરતની એક મહિલા કોર્પોરેટરને કારણે એક નવા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની ઊંઘ ઊડી ગઈ છે. બન્યું એવું કે આમ આદમી પાર્ટીના (AAP)નાં એક મહિલા કોર્પોરેટરે જૂના પતિને છૂટાછેડા આપીને બીજા લગ્ન કરી લીધા હતા. બીજો પતિ પાછો ભાજપનો કાર્યકર હતો. આ મહિલા કોર્પોરેટર પક્ષપલટો કરીને AAPમાંથી ભાજપમાં જતાં રહ્યાં. હવે આ મહિલા કોર્પોરેટર ફરી છૂટાછેડા લેવાની તૈયારી કરી રહ્યાં હતાં એવામાં પાછા ઘરેથી નાસી ગયાંના પણ સમાચાર છે. એટલું જ નહીં, ભાગતી વેળાએ કીમતી ચીજવસ્તુઓની બેગ ભરીને જતાં હોય એવા CCTV ફૂટેજ પણ વાઇરલ થયા છે.

આ બધાની વચ્ચે મહિલા કોર્પોરેટરનો પતિ પોતાની પત્ની નાસી ગયાની ફરિયાદ કરવા પાછા પોલીસ સ્ટેશને પણ ગયા, પરંતુ ત્યાં એવું સાંભળવા મળ્યું કે મહિલા કોર્પોરેટરે અગાઉથી જ પતિ સાથે ફાવતું ન હોવાની પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પતિ-પત્નીના ઝઘડા વચ્ચે રાજકીય દબાણ આવતાં પોલીસ સ્ટેશનના જમાદારનો સૂડી વચ્ચે સોપારી જેવો ઘાટ થઈ ગયો છે.

સુત્રોનું માનીએ તો આ મહિલા કોર્પોરેટર હવે કોઈ પૂર્વ ધારાસભ્યના PA સાથે રહેવાની યોજના બનાવી રહ્યા છે અને જુના પતિ સાથે ઘરેણા અને નાણા બાબતે બબાલ થઇ છે. હવે પતિદેવ પોતાના ગયેલા રૂપિયા મેળવવા ધમપછાડા કરીને ભાજપના નેતાઓ અને તેના મિત્રોનો સંપર્ક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *