સુરતમાં ATM અસુરક્ષિત: ત્રણ અજાણ્યા શખ્સોએ પૈસા જમા કરાવી રહેલા વ્યક્તિ પાસેથી લુંટી લીધા લાખો રૂપિયા

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક લુંટ(Robbery)ના બનાવો સામે આવતા રહે છે. ત્યારે શહેરના સચિન(Sachin) GIDC વિસ્તારમાં ATMમાં લુંટનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર લુંટનો બનાવ CCTV કેમેરામાં…

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક લુંટ(Robbery)ના બનાવો સામે આવતા રહે છે. ત્યારે શહેરના સચિન(Sachin) GIDC વિસ્તારમાં ATMમાં લુંટનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર લુંટનો બનાવ CCTV કેમેરામાં કેદ થઇ જવા પામ્યો છે. હાલમાં તો આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, સચિન GIDC વિસ્તારમાં ATMમાં લુંટનો બનાવ બનતા લોકોમાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, ત્રણ ઈસમો ATMની અંદર આવે છે ATMમાં રૂપિયા નાખી રહેલ યુવક પાસેથી લાખો રૂપિયાની લુંટ ચલાવી ફરાર થઇ જાય છે.

વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, ત્રણ ઈસમો પૈકી એક ઇસમછરો બતાવીને લુંટ ચલાવી રહ્યો છે અને ATMમાં રૂપિયા નાખતા યુવકની પાસે રહેલ બેગ, રૂપિયા અને મોબાઈલ ફોન લઈને ત્યાંથી ફરાર થઇ જાય છે. હાલમાં તો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે અને સમગ્ર મામલે સચિન GIDC પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *