થોડા દિવસ પહેલા જ સુરત શહેરમાં કરોડોની સંખ્યામાં નકલી રોકડ રકમ મળી હતી. ત્યારે આવો જ એક કિસ્સો ભાવનગર (Bhavnagar) માંથી પણ સામે આવ્યો છે. ભાવનગરમાં એક વ્યક્તિએ પોતાના ઘરમાં જ રૂપિયાનું એટીએમ ખોલી નાખ્યું હતું. તમને જણાવી દઈએ કે, ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીમાં એક ગેંગે નકલી નોટો (Counterfeit Currency) છાપવાનો ધંધો શરૂ કર્યો હતો.
ભાવનગરમાં પહેલીવાર આટલા મોટા જથ્થામાં નકલી નોટો ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસે 1.39 કરોડની નકલી નોટો સાથે પાંચ લોકોની ધરપકડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ભરતનગરના રહેણા વિસ્તારમાં, 2000ની ચલણી નોટો છાપવાનું કામ ચાલી રહ્યું છે. બાતમી મળતા જ પોલીસે થોડા સમય વોચ રાખી હતી. અને એક દિવસ ડિલિવરી લેતા સમયે PI અને અન્ય પોલીસ સ્ટાફે દરોડા પાડી કરોડોની સંખ્યામાં જાલી નોટો સાથે એક ભરવાડ, બે બારોટ અને બીજા બે શખ્સોની ધરપકડ કરી હતી.
સમય જોતા લાગી રહ્યું છે કે, હવે ઘરે ઘરે નકલી નોટો છાપવાનો ધંધો શરૂ થઈ ગયો છે. કારણ કે આ પહેલા પણ અનેક વખત જાલી નોટો સાથે કેટલાય લોકોની પોલીસે અટકાયત કરી હતી. તેમ છતાં આજે રોકટોક વગર લોકો નકલી નોટો છાપી બજારમાં ફરતી કરી રહ્યા છે.
સુરતમાં આવી જ ઘટનાએ પકડ્યો વેગ
થોડા સમય પહેલા કામરેજ પોલીસે પારડી પાસેથી એક એમ્બ્યુલન્સને અટકાવી હતી અને તેમાંથી 25 કરોડ રૂપિયાની નકલી નોટ મળી હતી. પોલીસ તપાસ દરમિયાન નકલી નોટનો જે આંકડો સામે આવ્યો તે, સાંભળીને તમારી આંખો પહોળી થઇ જશે. નકલી નોટનો માસ્ટર માઇન્ડને પકડી લેવામાં આવ્યો અને એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસે લગભગ 317 કરોડના નકલી રૂપિયાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 6 લોકોની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.