ગુજરાત(Gujarat): ગીર સોમનાથ(Gir Somnath)ના તાલાલા(Talala)માં એક પરિવારે તાંત્રિક વિધિના રવાડે ચડી દીકરીની બલિ ચડાવી દીધી હતી. આટલા દિવસ બાદ આ ઘટના પ્રકાશમાં આવતા લોકોમાં હડકંપ મચી ગયો છે. પરિવારે અડધી રાતે જ દીકરીની બલી ચડાવી અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. આ ઘટના અંગે એક વ્યક્તિએ એસપીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.
આરોપી પિતા ભાવેશ અકબરી અને તેનો મોટો ભાઈ દિલીપ અકબરી
ચોંકાવનારું તથ્ય આવ્યું બહાર:
તાલાલાના ધાવા ગીર ગામે 14 વર્ષની ધૈર્યાની ભૂતનું વળગાડ હોવાની શંકાથી પિતા દ્વારા ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી આ શોકિંગ ઘટનામાં વધુ એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ધૈર્યાના હત્યારા પિતા ભાવેશ દ્વારા 2018માં સોશિયલ મીડિયા પર “મેરી બેટી, મેરા અભિમાન” જેવા લખાણ સહિતની પોસ્ટ શેર કરવામાં આવી હતી. હવે આ જ ભાવેશે પોતાના અભિમાન સમાન દીકરીની શા માટે આટલી બધી યાતના આપીને ઘાતકી હત્યા કરી તે વિચારથી ગુજરાતના લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે.
પિતાનો સોશિયલ મીડિયામાં પુત્રીપ્રેમનો ખોટો દંભ:
આ એ જ નિર્દયી પિતા છે કે જેણે 3 જાન્યુઆરી, 2018ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર ધૈર્યાનો “મેરી બેટી મેરા, અભિમાન” લખાણ સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. ત્યારે આ જ શેતાન પિતાએ પોતાની બાળકીને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી દેતાં લોકો તેની સામે ફીટકાર વરસાવી રહ્યા છે. આરોપીએ પોતાના કવર ફોટોમાં પણ દીકરી ધૈયાનો જ ફોટો રાખવામાં આવ્યો છે.
દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસના હાથમાં:
શરૂઆતમાં પોલીસને પરિવાર દ્વારા ખોટી માહિતી આપવામાં આવ્યા બાદ પુરાવાઓ એકત્રિત કરી પોલીસ દ્વારા ફરી ઉલટ તપાસ શરુ કરવામાં આવી હતી. જેના પગલે બાળકીના નાનાએ સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. જેથી હજુ પણ આ સમગ્ર મામલે પરિવારના અન્ય સભ્યોની સંડોવણી સામે આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં માસૂમ દીકરીના નાનાએ તેમના જમાઈ ભાવેશ અકબરી અને તેના મોટા ભાઈ દિલિપ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તાલાલા પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર ઘટના:
આ સમગ્ર ઘટના ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામે રહેતા અકબરી પરિવારની છે. જાણવા મળ્યું છે કે, ભાવેશ અકબરી તેની પત્ની અને પુત્રી ધૈર્યા સાથે સુરતમાં રહેતા હતા. પરંતુ એક વર્ષ પહેલા પુત્રી અને પત્નીને ધાવા મૂકી ગયો હતો. 14 વર્ષીય ધૈર્યા ધાવા નજીકના શૈક્ષણિક સંકુલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતી હતી.
સુરતમાં ભાવેશ અકબરી અજાણ્યા તાંત્રિકની વાતમાં આવી ગયો હતો, અને પુત્ર પ્રાપ્તિની લાલચમાં છેલ્લા એક મહિનાથી ધાવામાં આવી ગયો હતો. ભાવેશના મનમાં શું હતું તે તો ફક્ત તેનું મન જ જાણતું હતું. તે પરિવારને લઈને નવરાત્રી દરમિયાન માધુપુરના હનુમાનજી મંદિર પાસે આવેલી તેમની વાડીએ રહેવા જતો રહ્યો હતો. ત્યાં જઈને ભાવેશે તેની પુત્રી પર તાંત્રિક વિધિ શરૂ કરી હતી. અને નવરાત્રિના આઠમા નોરતે દીકરી ધૈર્યાની બલી ચડાવી દીધી હતી. બે દિવસ પહેલા જ ગામના એક વ્યક્તિએ આ ઘટનાની જાણ ત્યાંના એસપીને કરી હતી.
પોલીસનો ધમધમાટ શરુ:
ઘટનાની જાણ થતા જ ખુદ એસપી મનોહરસિંહ જાડેજા ધાવા દોડી આવ્યા હતા. આ સાથે જ પોલીસ સ્ટાફ અને મામલતદાર પણ સાથે હતા. તપાસ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી તાંત્રિક વિદ્યા માટે વપરાયેલા સામાન અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, લોબાન અને શ્રીફળ મળી આવ્યા હતા. સાથો સાથ પોલીસને ધૈર્યાના વાળ અને પગલાની ફૂટ પ્રિન્ટ પણ મળી હતી.
રાત્રે ત્રણ વાગ્યે કર્યા દીકરીના અંતિમ સંસ્કાર:
દીકરી ધેર્યાની બલી ચડાવ્યા બાદ, સતત ચાર દિવસ સુધી દીકરીના મૃતદેહ પાસે ભાવેશ અકબરી તાંત્રિક વિધિ કરાવતો રહ્યો હતો. જેથી તે જીવતી થાય. પરંતુ દીકરી જીવિત ન થતા ગયા શુક્રવારે મોડી રાત્રે ત્રણ વાગ્યે દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.