આમ આદમી પાર્ટીએ વિધાનસભા ઉમેદવારોની પાંચમી યાદી પાડી બહાર- 12 ઉમેદવારોના નામ કરાયા જાહેર

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)એ અત્યાર સુધીમાં 4 યાદીઓ જાહેર કરી છે. જેમાં 29 વિધાનસભા ઉમેદવાર(Assembly candidate)ની જાહેરાત કરવામાં આવ્યાં છે. આજે વધુ 12 વિધાનસભા ઉમેદવારોના નામ ‘AAP’ નેતા ગોપાલ ઇટાલિયા(Gopal Italia)એ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા બપોરે 12:30 વાગ્યા આજુ બાજુ પાંચમી યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં આમ આદમી પાર્ટીના વધુ 12 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યાં છે.

આમ આદમી પાર્ટી એ 12 ઉમેદવારનું લીસ્ટ કર્યું જાહેર:
AAP દ્વારા આજે 5 મી વિધાનસભા ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે ભુજ થી રાજેશ પંડોરિયા, ઇડર થી જયંતીભાઈ પ્રણામી, નિકોલ થી અશોક ગજેરા, સાબરમતી થી જસવંત ઠાકોર, ટંકારા થી સંજય ભટાસના, કોડીનાર થી વાલજીભાઈ મકવાણા, મહુધા થી રાવજીભાઈ સોમાભાઈ વાઘેલા, બાલાસિનોર થી ઉદેસિંહ ચૌહાણ, મોરવા હડફ થી બનાભાઈ ડામોર, ઝાલોદ થી અનિલ ગરાસિયા, ડેડીયાપાડા થી ચૈતર વસાવા અને વ્યારા થી બિપીન ચૌધરીનું નામ આ લીસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરચમ લહેરાવવા તમામ રાજકીય પક્ષોએ તડામાર તૈયારીઓ કરી દીધી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં જીત હાંસલ કરવા આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ અન્ય નેતાઓના આંટાફેરા સતત વધી ગયા છે.

અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે:
અરવિંદ કેજરીવાલ આવતી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ 16 અને 17મી ઓક્ટોબરના રોજ ભાવનગર, મહેસાણા અને ડીસામાં જનસભાને સંબોધિત કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *