‘યે રિશ્તા ક્યા કહેલાતા’ ટીવી સિરિયલ જગતની પ્રખ્યાત અભિનેત્રીએ કર્યો આપઘાત- ‘ઓમ શાંતિ’

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે(Vaishali takkar) આપઘાત કરી લીધો છે. અભિનેત્રીએ ઈન્દોર(Indore)માં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને…

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે(Vaishali takkar) આપઘાત કરી લીધો છે. અભિનેત્રીએ ઈન્દોર(Indore)માં પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર છેલ્લા 1 વર્ષથી ઈન્દોરમાં રહેતી સુસાઈડ નોટ પોલીસને મળી છે. અભિનેત્રીના આપઘાતની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને અભિનેત્રીનો મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસને વૈશાલીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી છે.

મળતી માહિતી મુજબ, તેજાજી નગર પોલીસ સ્ટેશન કેસની તપાસમાં લાગેલું છે. પોલીસ અભિનેત્રીની આપઘાત પાછળનું કારણ શોધી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. અભિનેત્રીની આપઘાત અંગે સુસાઈડ નોટમાંથી શું માહિતી મળી છે, તે ટૂંક સમયમાં જાણવા મળશે.

અભિનેત્રીના મૃત્યુથી ચાહકો આઘાતમાં:
વૈશાલી ઠક્કરના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. વૈશાલીના આપઘાતના સમાચાર બાદ અભિનેત્રીના તમામ ચાહકો અને મિત્રો આઘાતમાં છે. કોઈ માની ન શકે કે વૈશાલી હવે આપણી વચ્ચે નથી.

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી કરિયરની શરૂઆત કરી હતી:
વૈશાલી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. વૈશાલીએ ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું છે. વૈશાલીએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત ટીવીના સૌથી લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા’ થી કરી હતી. આ શોમાં તેણે સંજનાની ભૂમિકા ભજવી હતી. આ પછી ‘વૈશાલી યે હૈ આશિકી શો’માં પણ જોવા મળી હતી.

વૈશાલી સસુરાલ સિમર કા શોમાં તેના પાત્ર અંજલિ ભારદ્વાજ માટે જાણીતી હતી. તેને સસુરાલ સિમર કા શોથી ઘણી લોકપ્રિયતા મળી હતી. આ સિવાય વૈશાલીએ સુપર સિસ્ટર, મનમોહિની સીઝન 2માં પણ શાનદાર કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *