15 વર્ષની ઉંમરમાં રૂપિયા આપીને મારી માએ મારો બળાત્કાર કરાવ્યો હતો. આ જાણીતી એક્ટ્રેસે પોતાના પુસ્તક ‘Inside Out’માં કહ્યું હતું કે તેની માએ ઘણી નાની ઉંમરે જ તેને બારમાં લઇ જતી હતી જેથી પુરુષોનું ધ્યાન તેની તરફ આકર્ષાય. એક ઇન્ટરવ્યુંમાં અભિનેત્રીએ કહ્યું હતું કે, એની માને દારૂની લત હતી. જ્યારે તે ફક્ત 15 વર્ષની હતી ત્યારે એક શખ્સે તેની માને દારૂ પીવા માટે 500 ડોલર આપ્યા અને તેના બદલે મને એક રાત માટે માગી એટલે મારી માએ મને આપી દીધી. પછી તેને મારા પર બળાત્કાર ગુજાર્યો.
એક્ટ્રેસે તેની બુકમાં લખ્યું છે કે, એક રાતે જ્યારે તે પોતાના ઘરે પરત આવી તો તેની મા એક વૃદ્ધ શખ્સ સાથે એપાર્ટમેન્ટમાં જોવા મળી હતી. તેણે તેની સાથે બળાત્કાર ગુજાર્યો અને પછી તેને ગંદી વાતો પણ કહી.
અભિનેત્રીએ પુસ્તકમાં લખ્યા મુજબ, તે વૃદ્ધે તેને કહ્યું હતું કે તેની માને તેણે દારૂ માટે 500 ડોલર આપ્યા છે. અભિનેત્રીએ લખ્યું હતું કે દુષ્કર્મ બાદ તે ખુબ જ તૂટી ગઇ હતી.
એક્ટ્રેસે જણાવ્યું કે 16 વર્ષની ઉંમરે તેણે એક્ટિંગમાં કરિયર બનાવવાનું શરૂ કર્યુ. એક્ટ્રેસે જણાવ્યુ કે તેના માતા-પિતા દારૂ પિતા હતા અને તે અવારનવાર શહેરની બહાર જતાં હતા. અભિનેત્રીએ જણાવ્યું કે જ્યારે 12 વર્ષની હતી ત્યારે તેની માએ પહેલીવાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે તેમણે કેટલીક દવાઓ મારા હાથે તેમના મોઢામાં મુકાવી હતી.
જણાવી દઇએ કે તે એક્ટ્રેસનું નામ ડેમી મૂરી છે. જે ખુબ જ જાણીતી હોલીવુડની અભિનેત્રી છે. તેણે ટૉમ ક્રૂઝ જેવા મોટા અભિનેતા સાથે કામ કર્યુ છે. ડેમી મૂરીએ Ghost, Striptease, Indecent Proposal જેવી મોટા હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.