મોદી સરકારે એક મહિના પહેલા જ મોદી સરકારે ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરી હતી. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના કહ્યા અનુસાર શુક્રવારે બપોર સુધીમાં 8.36 લાખ ખેડુતોએ નોંધણી કરાવી હતી. આ ખેડુતોએ તેમની વૃદ્ધાવસ્થા સુરક્ષિત કરી છે. 9મી ઓગસ્ટે વડાપ્રધાન કિસાન માન ધન યોજના (Pradhan Mantri Kisan Pension Yojana) હેઠળ નોંધણી શરૂ થય ગઈ છે. એટલે કે દરરોજ આશરે 27 હજાર ખેડૂતો પેન્શન માટેની કેન્દ્ર સરકારની આ યોજનામાં જોડાઈ રહ્યા છે.
તેથી તમે પણ મોડું ન કરો, કેમ કે આ યોજનામાં તમને કોઈ નુકસાન નથી. અડધું પ્રીમિયમ મોદી સરકાર આપી રહી છે અને અડધું પ્રીમિયમ તમારે ચૂકવવો પડશે. તમે જ્યારે ઈચ્છો ત્યારે આ યોજનામાંથી બહાર આવી શકો છો. ઓછું પ્રિમીયમ રૂ.55 અને વધુમાં વધુ રૂ.200 છે જો પોલિસી ધારક ખેડૂત મૃત્યુ પામે તો તેમની પત્નીને 50 ટકા રકમ મળતી રહેશે. LIC ખેડૂતોના પેન્શન ફંડનું સંચાલન કરશે. તમને જણાવી દઇએ કે, જેટલું પ્રીમિયમ ખેડૂત ચૂકવશે તેટલી રકમ સરકાર પણ ચૂકવશે. તેનું લઘુતમ પ્રીમિયમ 55 છે અને મહત્તમ 200 રૂપિયા છે.
જો કોઈ ખેડૂત આ યોજનામાંથી બહાર આવવા માંગે ત્યારે ડિપોઝિટની અને વ્યાજની રકમ તેમને મળી જશે. જો ખેડૂત મૃત્યુ પામે તો તેમની પત્નીને મહિને 1500 રૂપિયા મળશે. આ પેન્શન યોજના PMKMY હેઠળ પ્રથમ તબક્કામાં 5 કરોડ ખેડુતોને 60 વર્ષ પછી 3000 રૂપિયા પેન્શન આપવામાં આવશે. સરકારે તમામ 12 કરોડ નાના અને સીમાંત ખેડુતોને તેનો લાભ આપવાની યોજના બનાવી છે. નાના અને સીમાંત ખેડૂત તે છે જેની પાસે 2 હેક્ટર સુધી ખેતીલાયક જમીન છે. ચૂકવણી કર્યા વગર પણ લાભ મેળવી શકો છો કેન્દ્રીય કૃષિ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી રાજબીર સિંહના જણાવ્યા અનુસાર નોંધણી માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.
જો કોઈ ખેડૂત પીએમ-કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે, તો તેના માટે કોઈ દસ્તાવેજો લેવામાં આવશે નહીં. આ યોજના અંતર્ગત ખેડૂત પીએમ-કિસાન યોજનાથી મળેલા લાભોમાંથી પણ સીધો ફાળો આપવાનું પસંદ કરી શકે છે. આ રીતે યોજનાના ખેડૂતોએ તેમના નાણાં ખર્ચવા પડશે નહીં. જો કે આધાર કાર્ડ દરેક માટે જરૂરી છે. જો કોઈ ખેડૂત આ યોજનાને વચ્ચે છોડી દેવા માંગે છે તો તેના નાણાં વ્યર્થ નહીં જાય, જો કોઈ ખેડૂત અધવચ્ચે યોજના છોડે તો તેઓએ પ્રીમિયમરૂપે ભરેલા નાણાંનું વ્યાજ બેંકના સેવિંગ એકાઉન્ટ જેટલું મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.