આઘાતજનક ઘટનામાં, 5 વર્ષની બાળકીને ટ્રેનની નીચેથી જીવંત બહાર કાઢવામાં આવી હતી. આ કિસ્સો અમેરિકાના ન્યૂયોર્કનો છે, જ્યાં 45 વર્ષનો એક વ્યક્તિ તેની પુત્રીને ખોળામાં લઇને ટ્રેનની સામે કૂદી ગયો હતો. અકસ્માતમાં પિતાનું મોત નીપજ્યું હતું.
આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં બે લોકો ટ્રેનની નીચેથી એક 5 વર્ષની બાળકીને બહાર કાઢી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે, જે વ્યક્તિએ છોકરીને લઈને ટ્રેન ની સામે કૂદકો માર્યો હતો તે વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે પાંચ વર્ષની નાની બાળકી ઘાયલ થઈ છે.
પોલીસે જણાવ્યું કે, બાળકીનું જીવંત રહેવું એક ચમત્કાર જેવું લાગી રહ્યું છે આ ઘટના સોમવારે સવારે આઠ વાગ્યાની આસપાસ બની હતી. આ દરમિયાન ટ્રેન રોકી દેવામાં આવી હતી.
બચાવ કરનાર વ્યક્તિએ જણાવ્યું કે,છોકરીનો રડવાનો અવાજ સાંભળીને તેને કુદવું પડયું હતું. તેણે કહ્યું કે,છોકરીનો અવાજ સાંભળીને તેને લાગ્યું કે પુત્રી રડી રહી છે.
સંબંધિત વ્યક્તિના કૂદવા અંગે કેસરએ કહ્યું કે,તે વ્યક્તિ ટ્રેન નીચે પડયો ન હતો અને ન તો કોઈએ એને ધક્કો માર્યો હતો. મારી જિંદગીમાં આવી ઘટના ક્યારેય નહોતી જોઇ. પોલીસે જણાવ્યું કે,તેઓ આ કેસની તપાસ કરી રહ્યા છે. નાની બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.