રાધે મા ની માથે રાત રે તેવી માર્કેટમાં આવી ‘આધે મા’ જુઓ વિડીયો

રાખી સાવંત પોતાની સિક્રેટ વેડિંગ બાદ ખુબ ચર્ચામાં છે.રોજ-રોજ રાખી સોશિયલ મીડિયા પોતાના એકાઉન્ટ પર પોતાની મેરિડ લાઇફ સાથે સંબંધિત ખુલાસા કરીને લોકોને વારંવાર ચોંકાવી…

રાખી સાવંત પોતાની સિક્રેટ વેડિંગ બાદ ખુબ ચર્ચામાં છે.રોજ-રોજ રાખી સોશિયલ મીડિયા પોતાના એકાઉન્ટ પર પોતાની મેરિડ લાઇફ સાથે સંબંધિત ખુલાસા કરીને લોકોને વારંવાર ચોંકાવી રહી છે. રાખીના સિક્રેટ વેડિંગ બાદ ફેન્સ રાખીના સિક્રેટ પતિને જોવા માટે ઉતાવળા બન્યા છે. પરંતુ રાખીનો પતિ કોણ છે? કેવો દેખાય છે? હજુ સુધી રાખીએ આ સિક્રેટ અકબંધ રાખ્યુ છે.

 

View this post on Instagram

 

Lelo mera aasirwaad??

A post shared by Rakhi Sawant (@rakhisawant2511) on

પોતાના વીડિયોથી સોશિયલ મીડિયા પર સનસની મચાવનાર રાખી સાવંત ફરી એકવાર પોતાના નવા વીડિયોના કારણે ચર્ચામાં આવી છે. રાખીએ 24 સપ્ટેમ્બરના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વીડિયો શેર કરતા જણાવ્યું કે તે પોતાના પતિ સાતે લંડનમાં છે.

રાખીના વીડિયોની સૌથી રસપ્રદ વાત એ છે કે તે પોતાની જાતને આ વીડિયોમાં ‘આધે મા’ ગણાવી રહી છે. રાખી વીડિયોમાં કહી રહી છે, ‘હુ આધે મા છું. આધે માનો અર્થ હું અડધા કપડા પહેરુ છું.’ રાખી વીડિયોમાં ફેન્સને કહી રહી છે કે જો કોઇને કોઇપણ પ્રકારની સમસ્યા હોય તો તે તેને કમેન્ટ બૉક્સમાં જણાવીને સલાહ લઇ શકે છે.

રાખી સાવંતના પતિને હજુ સુધી કોઇએ નથી જોયો. રાખીએ અત્યાર સુધી પોતાના પતિને સિક્રેટ રાખ્યો છે. દુલ્હનના રૂપમાં રાખીની સિંગલ તસવીરો જ દુનિયા સામે આવી છે. રાખી પોતાના પતિ સાથે લંડનમાં છે તેમ છતાં તેણે પતિની કોઇ તસવીર શેર નથી કરી.

એક ઇન્ટરવ્યુમાં રાખીએ જણાવ્યું હતું કે તેનો પતિ થોડો અંતર્મુખ છે. તે મીડિયાથી દૂર રહેવા માગે છે તેથી તે અત્યાર સુધી કેમેરા સામે નથી આવ્યો. પરંતુ રાખી 29 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલા બિગ બૉસ 13ના ગ્રાન્ડ પ્રિમિયરમાં પર્ફોર્મ કરશે. બિગ બૉસમાં રાખીએ પોતાના પતિને પહેલીવાર દુનિયા સામે લાવવાની વાત કરી હતી. હવે બિગ બૉસના ગ્રાન્ડ પ્રિમિયરમાં લોકો રાખીના હસબન્ડને જોવા આતુર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *