પંજાબ(Punjab)ના પટિયાલા(Patiala)ના ફૈઝગઢ(Faizgarh) ગામમાં પ્રોપર્ટીના વિવાદ(Property dispute)માં 22 વર્ષના યુવકે પોતાની માતાની કુહાડી વડે હત્યા કરી નાખી છે. આ પછી તેણે ઘરની અંદર ખાડો ખોદી મૃતદેહને દાટી દીધો હતો. પોલીસે મૃતદેહ કબજે કરી યુવકની ધરપકડ કરી હતી. યુવક પૈસા માટે તેની માતા પર જમીન વેચવા માટે દબાણ કરતો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, 54 વર્ષીય કિરણા રાની બે દિવસથી ગુમ હતા. ફરિયાદના આધારે પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. આ પછી, તેનો મૃતદેહ બે દિવસ પછી ઘરના રૂમમાં દટાયેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ કેસમાં મૃતક મહિલાના પુત્રની ધરપકડ કરી છે. પુત્રએ કબૂલાત કરી છે કે, તેણે તેની માતાની હત્યા કરી છે. કારણ કે તે પોતાની જમીન વેચીને તેને પૈસા આપવાનો ઇનકાર કરી રહી હતી.
પોલીસે જણાવ્યું કે સાબીર અલી (22)એ તેની માતા કિરણાની હત્યા કરવા કુહાડીનો ઉપયોગ કર્યો હતો. બે દિવસ પહેલા તેની માતા સાથે ઝઘડો થયો હતો. કારણ કે તે ઈચ્છતો હતો કે તેની માતા તેની કુલ છ એકરમાંથી બે એકર જમીન વેચી દે. જ્યારે તેણે તેને વેચવાની ના પાડી તો સાબીર ગુસ્સે થઈ ગયો અને તેના પર હુમલો કર્યો. તેણે કુહાડી ઉપાડી અને તેની માતા પર વારંવાર હુમલો કર્યો. પછી તેણે ઘરના એક રૂમમાં ખાડો ખોદીને તેની માતાના મૃતદેહને દાટી દીધો.
ગામના સરપંચ જસવંત સિંહનું કહેવું છે કે, લગભગ 20 વર્ષ પહેલા મૃતક મહિલા કિરણાએ કાકા ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા. થોડા વર્ષો પહેલા કાકા ખાનનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે બાદ સાબીર અલી અવારનવાર તેની માતા સાથે મિલકતને લઈને ઝઘડો કરતો હતો. ડીએસપી દવિન્દર અત્રીએ જણાવ્યું કે, સાબીર અલીએ પૈસા અને સંપત્તિ માટે તેની માતાની હત્યા કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.