અમદાવાદ (Ahmedabad) શહેરના સરદાર બ્રિજ પરની લાઈટો ગુમ થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બ્રિજ પરની તે લાઇટોની કિંમત 7 લાખ રૂપિયા હતી. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં સરદાર બ્રિજની લાઈટોની ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
લાઈટ્સ, કેબલ અને કંટ્રોલ સિસ્ટમ્સ બધું ગાયબ
આ ફરિયાદ તે જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે જેને બ્રિજ પર લાઇટ લગાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. અહેવાલ મુજબ સરદાર બ્રિજ પરથી લાઈટોની ચોરીની ફરિયાદ નિલેશ વસાણી નામના વ્યક્તિએ નોંધાવી છે. એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે નીલેશ વસાણીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પાસેથી સરદાર બ્રિજ પર ડેકોરેટિવ લાઈટો લગાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.
એફઆઈઆર મુજબ, વસાણીના કામદારોને 1 સપ્ટેમ્બરે સરદાર બ્રિજની લાઈટો ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગેની જાણ તેમણે નિલેશ વસાણીને કરી હતી. વાસાણીને જાણ થઈ હતી કે બ્રિજની નીચે અને બ્રિજના થાંભલાઓ પરની લાઈટો, કેબલ અને કંટ્રોલ સિસ્ટમ ગાયબ થઈ ગઈ છે.
ઓગસ્ટ મહિનામાં બ્રિજની લાઈટોની ચોરી થઈ હતી
જણાવવામાં આવી રહ્યું છે કે, 30 ઓગસ્ટના રોજ સરદાર પુલની લાઈટો અને લાઈટોની કંટ્રોલ સિસ્ટમ ચોરાઈ હતી. અહેવાલ મુજબ આ ચોરીની માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 1 સપ્ટેમ્બરના રોજ આપવામાં આવી હતી. બીજી તરફ નિલેશ વસાણીએ બ્રિજની લાઇટની ચોરી અંગે 17 ઓક્ટોબરે પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી હતી.
પોલીસે આ કેસમાં અજાણ્યા લોકો સામે ભારતીય દંડ સંહિતાની જોગવાઈઓ હેઠળ ચોરીનો ગુનો નોંધ્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. બ્રિજની લાઈટોની ચોરી કરવા પાછળ કોણ કોણ છે તે હજુ સુધી જાણી શકાયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.