બે દિવસ અગાઉ સુરતમાં ભાજપના મહિલા કોર્પોરેટર દ્વારા બદનાક્ષી અંગે એનસી ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઇને સુરતનું રાજકારણ ગરમાયું છે. AAP પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા ઋતા દુધાગરા બાદ ઋતા કાકડિયા અને હવે ઋતા ખેની તરીકે ઓળખાય છે. તેઓ વોર્ડ નંબર ત્રણના સુરત મહાનગરપાલિકાના નગરસેવક તરીકે સેવા આપે છે. ફરિયાદમાં કોર્પોરેટર દ્વારા પોતાની બદનામી કરવામાં આવી રહી છે તેવું જણાવવામાં આવ્યું છે.
આ ફરિયાદ પહેલા કોર્પોરેટર દ્વારા પોલીસ તંત્ર પર દબાણ કરીને પોતે જેના પર ફરિયાદ કરી છે. સામા વાળા લોકોને સમાધાન માટે પોલીસ સ્ટેશનને બોલાવ્યા હતા અને ભવિષ્યમાં આ ઘટના બાબતે કોઈ ટિપ્પણી નહીં કરે તેવું લખાણ લેવાયું હતું. પરંતુ ત્યારબાદ ઋતા ખેની દ્વારા નોન કોગ્નિઝેબલ ફરિયાદ લેતા પોલીસે આઈપીસીની કલમ 500 અને 114 મુજબ ફરિયાદ લીધી છે અને તપાસ હાથ ધરી છે.
ફરિયાદ અરજીની તપાસ દરમિયાન બોલાવવામાં આવેલા પત્રકાર કૌશિક પટેલને ઋતા દુધાગરાએ મારે કોઈ કાર્યવાહી કરવાની નથી, તેવું કહેતા અહીં મામલો પતાવી દીધો છે તેવું કહેવામાં આવ્યું હતું. સાથે સાથે પોતાના પતિ કેયુર કાકડિયા પર આરોપ મુકતા જણાવ્યું હતું કે, તેનો પતિ જ્યારે સાથે રહેતા હતા ત્યારે કટકે કટકે 15 લાખ રૂપિયા લોકરમાંથી ચોરી ગયો હતો અને જ્યારે તેણે ઘર છોડ્યું ત્યારબાદ ગેરકાયદેસર રીતે લોકોમાં રાખેલા 81 લાખ રૂપિયા તેના પતિએ ચોરી લીધા હતા. જેના સીસીટીવી પોલીસ પાસે ઉપલબ્ધ છે, તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.
આ તમામ વાત પત્રકાર દ્વારા મોબાઈલમાં વિડીયો શુટીંગ રૂપે કેદ કરી લેવાતા, હવે આ રકમ આવી ક્યાંથી તે અંગે અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટના બાદ સવાલ તપાસ કરનાર પોલીસ ઇન્સપેક્ટર સહીત રાજકીય માથાઓ પર ઉભા થઇ રહ્યા છે.
આટલું જ નહીં જેના વિરુદ્ધ ભાજપ કોર્પોરેટર દ્વારા દબાણ કરાવીને પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તે પત્રકારે સુરત ઇન્કમટેક્સમાં પણ આ મામલે તપાસ માટે અરજી આપી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે હવે જોવું રહ્યું કે આટલી મોટી માતબર રકમ એક સામાન્ય કોર્પોરેટર પાસે આવી ક્યાંથી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.