દિલ્હીના રાજપથ પર રજૂ થઈ ગુજરાતની અદભુત ઝાંખી- જુઓ પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તમામ તસવીરો

74th Republic Day: 74માં પ્રજાસત્તાક પર્વની આજે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)એ ગણતંત્ર દિવસના અવસર પર તિરંગો ફરકાવ્યો છે અને આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જે પછી પરેડ શરૂ થઈ હતી. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

74માં ગણતંત્ર દિવસ દિવસની ઉજવણીના આ પ્રસંગે ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત ઝાંખીઓ રજુ કરી ઉર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા એક સુંદર અને અદભુત પ્રયાસ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે તે મોઢેરા ગામ BESS મારફતે દેશનું સૌ પ્રથમ 24×7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. હાલમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસ દ્વારા સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ જ પ્રસંશા કરવામાં આવી હતી.

જો વાત કરવામાં આવે તો આ સાથે PM KUSUM યોજના માધ્યમથી સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉપ્તાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને ઝાંખી દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે કચ્છના સફેદ રણ, પારંપરિક રહેઠાણ ભૂંગા, કચ્છી પરિવેશમાં સજ્જ રણના વાહન ઊંટને દોરીને જઈ રહેલી ગ્રામીણ કચ્છી મહિલા સહિતના ઘણા આકર્ષણો વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથે આ સુંદર અને અદભુત ઝાંખીમાં રજૂ કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્ય અતિથિ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસી દ્વારા એસ્કોર્ટ કરીને કર્તવ્ય પથથી રાષ્ટ્રપતિ ભવન તરફ પ્રયાણ કર્યું- જુઓ તસ્વીર

74મા પ્રજાસત્તાક દિવસની પરેડના ભવ્ય સમાપનમાં 45 IAF એરક્રાફ્ટ, 1 નેવી અને સેનાના 4 હેલિકોપ્ટરનો કરાયો સમાવેશ-જુઓ તસ્વીર

હરિયાણાની ઝાંખીની ડિઝાઇન ભગવદ ગીતા પર છે આધારિત- જુઓ તસ્વીર

કેરળ ‘નારી શક્તિ’ની ઝાંખી અને મહિલા સશક્તિકરણની લોક પરંપરાઓ રજૂ કરાઈ-જુઓ તસ્વીર

રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમામ મહિલા સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ માર્ચિંગ ટુકડીની સલામી લીધી- જુઓ તસ્વીર

ગણતંત્ર દિવસ પરેડમાં BSFના શાહી ઊંટે પ્રેક્ષકોને મોહિત કર્યા-જુઓ તસ્વીર

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાની અદભુત ઝાંખી-જુઓ તસ્વીર

ઈતિહાસમાં પહેલી વખત કૂચ કરનાર ટુકડીમાં 3 મહિલા અને 6 પુરૂષ અગ્નિવીરોનો કરાયો સમાવેશ -જુઓ તસ્વીર

3 લદ્દાખ સ્કાઉટ્સ રેજિમેન્ટના કેપ્ટન નવીન ધાતરવાલની આગેવાની હેઠળ ક્વિક રિએક્શન ફાઇટીંગ વ્હીકલ ટુકડીની કર્તવ્ય પથ પર કુચ-જુઓ તસ્વીર

74માં પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર કૂચ કરતી ટુકડીઓની ઝલક- જુઓ તસ્વીર

લેફ્ટનન્ટ પ્રજ્જવલ કલાના નેતૃત્વમાં 861 મિસાઇલ રેજિમેન્ટની બ્રહ્મોસની ટુકડીએ કર્તવ્ય પથ ખાતેની પરેડમાં ભાગ લીધો- જુઓ તસ્વીર

રાષ્ટ્રપતિ મુર્મુ અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતાહ અલ-સીસીનું કર્તવ્ય પથ પર આગમન સમયે PM મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, CDS જનરલ અનિલ ચૌહાણ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું – જુઓ તસ્વીર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *