આપણા દેશને ખેતી પ્રધાન દેશ માનવામાં આવે છે. ત્યારે દેશમાં ઘણા ખેડુતો ખેતીમાં નવતર પ્રયોગ કરી બમણું ઉત્પાદન અને વધુ આવક મેળવી રહ્યાં છે, ત્યારે અમરેલી (Amreli)નાં ખેડુત આધુનિક નેટ હાઉસ(net house) બનાવી તેમાં શાકભાજી (vegetables)નાં રોપા તૈયાર કરી રહ્યાં છે. તેમજ શાકભાજીનાં રોપા વેંચી લાખોની કમાણી પણ કરી રહ્યાં છે. એટલું જ નહી દુરદુરથી અહી ખેડુતો(Farmers) રોપા લેવા આવી રહ્યાં છે. જેના કારણે તેઓ અઢળક કમાણી કરી રહ્યા છે.
મળતી માહિતી અનુસાર, અશ્વિનભાઈ રાદડિયા દ્વારા વિજીયાનગર રોડ પાસે એક હેકટર જમીનમાં આધુનિક નેટ હાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. આ નેટ હાઉસમાં બાગાયત વિભાગ દ્વારા 50 ટકાથી પણ વધુની સબસીડી આપવામાં આવી છે. ખેડૂત દ્વારા ટેકનોલોજીથી નેટહાઉસ તૈયાર કરવામાં આવ્યું છે. અને આ નેટ હાઉસમાં ખેડૂત દ્વારા રીંગણીના બે પ્રકારના રોપ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. આ સાથે જ ફલાવર કોબી, મરચી સહિત અન્ય શાકભાજીના રોપા પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે. તેમજ ટમેટામાં F1 હાઈબ્રીડ નામની જાતના રોપ પણ તૈયાર કરવામાં આવ્યાં છે.
200 કિલોમીટર સુધી ખેડૂતો લઈ જાય:
ત્યારે આ અંગે અશ્વિનભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે, હાલ ખેડૂત ખૂબ જ નવી ટેકનોલોજી અપનાવી રહ્યા છે અને વધુને વધુ ઉત્પાદન લેવાના પ્રયાસો કરી રહ્યાં છે, જ્યારે પોતાને વધુ કમાણી કરવામાં આ ટેકનોલોજીથી નેટ હાઉસ તૈયાર કરી અને નેટ હાઉસમાં શાકભાજી વર્ગના રોપા તૈયાર કરવામાં આવ્યાં છે. આ રોપા 200 કિલોમીટર કરતાં પણ વધુ દુરથી આવી ખેડુતો લઇ જાય છે અને વાવેતર કરે છે.
એક નંગના 1 રૂપિયા લેખે ભાવ લેવામાં આવે છે:
અશ્વિનભાઈએ હેક્ટર જમીનની અંદર બ્લેક કલરની નેટ દ્વારા નેટ હાઉસ તૈયાર કરવામાં આવ્યું ત્યાર બાદ નેટ હાઉસની અંદર રોપાને યોગ્ય વાતાવરણ મળી રહે એ હેતુથી ફુવારા દ્વારા વાતાવરણ અનુકૂળ કરવામાં આવી રહ્યું છે. ફુવારાની સિસ્ટમ નેટ હાઉસમાં ગોઠવવામાં આવી છે, અને ત્યારબાદ પીયત માટે પણ પહેલાથી પાણી મળે રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી અને હાલ અશ્વિનભાઈ એક હેક્ટર જમીનની અંદર નેટ હાઉસથી આધુનિક ખેતી કરી રહ્યા છે. અને સાથે સાથે લાખોની કમાણી પણ કરી રહ્યા છે. તેમજ અન્ય ખેડૂતોને પણ આ તૈયાર રોપાથી ઘણો લાભ થઈ રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.