ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચુક્યું છે. ત્યારે રાજકીય વાતાવરણ ગરમાઇ ગયું છે. જો વાત કરવામાં આવે તો ખેડા(Kheda) જિલ્લાની છ વિધાનસભા બેઠક મેળવવા રાજકીય પક્ષો રણનીતિ ઘડી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ખેડા જિલ્લાની માતર વિધાનસભા બેઠક(Matar Assembly Seat) પરથી આપમાંથી રાજીનામું આપી દીધેલ કાર્યકર મહિપતસિંહ ચૌહાણ(Mahipatsinh Chauhan)ને ટિકિટ આપવામાં આવતા બખેડો ઉભો થયો છે માત્ર એટલું જ નહીં પણ સ્થાનિક કાર્યકરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહિપતસિંહ ચૌહાણ અગાઉ આપમાંથી રાજીનામું આપી દીધું હતું:
આમ આદમી પાર્ટી દ્વારા માતર વિધાનસભા બેઠક પરથી પછી ચૌહાણનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જો કે તેના મંગે ખુદ મહિપતસિંહને પણ ખબર ન હતી. ત્યારે બીજી બાજુ આ નામના કારણે પક્ષના સ્થાનિક કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, મહિપતસિંહ ચૌહાણએ આ પક્ષમાંથી જે તે સમયે રાજીનામું ધરી દીધું હતું અને તેમ છતાં પણ તેનું નામ કયા સંજોગોમાં જાહેર કરવામાં આવ્યું એ બાબતે અનેક અટકળો એ જોર પકડ્યું છે.
પક્ષ અમારા માટે વિચારે તો સારું, નહિતર અમે પાર્ટી છોડી દઈશું:
આમ આદમી પાર્ટીના સ્થાનિક કાર્યકરોએ પક્ષ વિરુદ્ધ સૂત્રોચાર કરી ઉગ્ર વિરોધ નોંધાયો છે. પક્ષના કાર્યકરો એ રાજીનામું આપી દીધેલ ઉમેદવારને ટિકિટ આપતા ઉગ્ર રોષ ઠાલવ્યો છે. કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અપક્ષ ચૂંટણી લડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. માતર ના સંગઠન મંત્રી લાલજી પરમાર એ જણાવતા કહ્યું છે કે, અમે આ મામલે સખત વિરોધ દર્શાવીએ છીએ, જેની પાર્ટી નોંધ લે. પક્ષ અમારા માટે વિચારે તો સારું, નહિતર અમે પાર્ટી છોડી દઈશું.
ઇસુદાન ગઢવી મુખ્યમંત્રી પદનો ચહેરો:
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના CM પદનો ચહેરો જાહેર કરી દીધો છે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલ દ્વારા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઇસુદાન ગઢવીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ઇસુદાન ગઢવી મુખ્યમંત્રી પદ પર જોવા મળશે.
ઇસુદાન ગઢવીના માતાએ જાણો શું કહ્યું:
ઈસુદાનના માતાએ જય માં મોગલ અને જય દ્વારકાધિશ કહીને જણાવ્યું હતું કે, માતાજી બધાને આશિર્વાદ આપે, બધા ભાઈઓ બહેનો તેને આશિર્વાદ આપજો. ઈસુદાનના પત્ની હિરલ ગઢવીએ જણાવતા કહ્યું હતું કે, બધા મહાનુભાવોને મારા પ્રણામ, ઈસુદાનજીને આટલી મોટી તક આપી છે ત્યારે બધાનો આભાર માનું છું. માં મોગલ અને દ્વારકાધીશ એમને આશીર્વાદ આપે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.