સલામ છે આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને… કારીગરી જોઈ કહેશો ‘આ કલાકારને કોઈ એવોર્ડ આપો’

કોન્ટ્રાક્ટરોના અદ્ભુત બાંધકામના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હવે આવો જ એક અદ્ભુત વીડિયો સામે આવ્યો છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવેલ રોડનો વિડીયો વાયરલ થયો છે. કોન્ટ્રાક્ટરે સીસી રોડ બનાવ્યો હતો. જેથી આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. રસ્તાને જોઈને લોકો કહે છે કે આ રસ્તા બનાવનાર કલાકાર કોણ છે?

હવે તમે વિચારતા જ હશો કે આ રસ્તામાં વાયરલ થવા જેવું શું છે? કોન્ટ્રાક્ટરને 500 મીટરનો રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો. તે દરમિયાન આ ઉબડખાબડ રસ્તા પર એક ટ્રક ઉભી હતી. કોન્ટ્રાક્ટરે ટ્રક જેટલી જગ્યા છોડી તેની આસપાસ રોડ બનાવી નાખ્યો હતો. જે જગ્યાએ ટ્રક હતો તે જગ્યા બાકી મૂકી કોન્ટ્રાક્ટરે રોડ તૈયાર કરી દીધો. આ રોડ અને ટ્રકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અહેવાલ મુજબ, આ ટ્રકને પોલીસે જપ્ત કરીને રોડ પર પાર્ક કર્યો હતો. રોડ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરે પોલીસ સાથે વાત કરી હતી પરંતુ પોલીસે તેની અવગણના કરી હતી. ત્યારબાદ કોન્ટ્રાક્ટરે પાર્ક કરેલા ટ્રકની ફરતે રોડ બનાવી દીધો હતો. ત્યારે નવરાત્રિ ચાલી રહી હતી, જેથી કોન્ટ્રાક્ટરે શ્રદ્ધાળુઓ માટે ઉતાવળે રસ્તો બનાવી દીધો હતો. હવે ટ્રક હટાવવાની રાહ જોવાઈ રહી છે જેથી રોડનું કામ પૂર્ણ થઈ શકે. આ વિડીયો વાયરલ થતા લોકો રોડ પર અલગ અલગ કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *