Optical Illusion: જ્યારે કોઈ ફોટોમાંથી શોધવાની વાત આવે, ત્યારે ઈન્ટરનેટ પરના લોકો તેમનું ભેજું ચલાવવાનું શરૂ કરી દે છે અને ફોટોમાં જે હોય તેને ગોતવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા(Social media) પર એક ફોટો વાયરલ(Viral photo) થઈ રહ્યો છે અને પડકાર એ છે કે શું તમે 10 સેકન્ડમાં આ ફોટોમાં છુપાયેલા સાપને શોધી શકશો?
ઉકેલવા માટે ખૂબ જ મુશ્કેલ:
ઘણા લોકોએ કહ્યું કે, આ ફોટોમાં ગોતવું ખૂબ જ મુશ્કેલ છે અને ઘણા લોકો આ ભ્રમમાં ખતરનાક સાપને શોધવામાં નિષ્ફળ રહ્યા હતા. તમારે આ ચિત્ર ધ્યાનથી જોવું જોઈએ. કેટલીકવાર કેટલીક તસવીરોમાં જે દેખાય છે તે દેખાતું નથી. આવી તસવીરો સામે થોડીક સેકન્ડ રોકીને યુઝર્સ પણ આ સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે.
સાપ શોધવામાં વળી જશે પરસેવો:
આ ફોટોમાં સાપને શોધવાનું કહે છે. ઘણા લોકો આ ચેલેન્જને સ્વીકારી રહ્યા છે અને ફોટોમાં છુપાયેલા સાપને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાપ શોધવામાં તમને પરસેવો વળી જશે, પરંતુ તેમ છતાં જવાબ મળશે તેની કોઈ ગેરંટી નથી. જો તમે પણ આ ફોટામાં સાપને ન શોધી શક્યા, તો કોઈ વાંધો નથી, નીચે આપેલા ફોટામાં તમે જોઈ શકો છો કે સાપ ક્યાં છે.
ભેજા અને આંખની રમત:
મોટાભાગના લોકો આ માયાજાળમાં ફસાઈ ગયા. જો કે, કેટલાક લોકો સાપને શોધી કાઢવામાં સક્ષમ હોય છે. સૂકા પાંદડાની વચ્ચે એક લીલો સાપ બધાને આશ્ચર્યચકિત કરી દે છે. આ ફોટોમાં સાપને શોધવા માટે, તમારે માત્ર મગજની જ નહીં પણ તીક્ષ્ણ નજરની પણ જરૂર છે. જો તમે પણ આનો ઉકેલ લાવવામાં સફળ રહ્યા છો, તો અભિનંદન તમે પણ જીનિયસ લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.