ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી ચૂક્યા છે, ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવા બનતી તમામ કોશિશો કરી રહી છે. ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. એવામાં ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP)એ નીતિશ કુમારની પાર્ટી JDU સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે.
નીતિશ કુમાર ચુંટણી પ્રચાર કરવા માટે આવશે ગુજરાતઃ: છોટુ વસાવા
મળતી માહિતી અનુસાર, છોટુ વસાવાની હાજરીમાં BTPના પ્રદેશ અધ્યક્ષ અને જનતા દળના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. જે બાદ છોટુ વસાવા દ્વારા JDU અને BTP ભેગા થઈને ચૂંટણી લડશે એવો મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. છોટુ વસાવાએ જણાવતા કહ્યું કે, JDUના મદદ થી અમે ચૂંટણી લડીશું. વધુમાં તેમણે કહ્યું છે કે, આગામી દિવસોમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ચૂંટણીનો પ્રચાર કરવા માટે ગુજરાત આવશે.
બંને સાથે મળીને નવી યાદી જાહેર કરીશું: છોટુ વસાવા
BTPના સુપ્રીમો છોટુ વસાવાએ જણાવતા કહ્યું હતું કે, જનતા દળ અમારા જૂના સાથી છે અને જૂના સાથી સાથે મળીને અમે ચૂંટણી લડીશું. આજે JDU સાથે બેઠક છે. બંને સાથે મળીને આગામી નવી યાદી જાહેર કરવામાં આવશે.
BTPએ જાહેર કર્યા ઉમેદવારો:
BTPએ 12 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. નાંદોદ બેઠક પરથી મહેશ શરદ વસાવાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ભિલોડા બેઠક પરથી ડો.માર્ક કટારાને ટિકિટ આપવામાં આવી છે, ઝાલોદ બેઠક પરથી મનસુખ કટારાને ટિકિટ આપવામાં આવી છે, દાહોદ બેઠક પરથી દેવેન્દ્ર મેડાને ટિકિટ આપવામાં આવી છે, સંખેડા બેઠક પરથી ફુરકન રાઠવાને ટિકિટ આપવામાં આવી છે.
આ ઉપરાંત કરજણ બેઠક પરથી ઘનશ્યામ વસાવાને ટિકિટ આપવામાં આવી છે, જંબુસર બેઠક પરથી મણીલાલ પંડ્યાને ટિકિટ આપવામાં આવી છે, વ્યારા બેઠક પરથી સુનિલ ગામીતને ટિકિટ આપવામાં આવી છે, નિઝર બેઠક પરથી સમીર નાઈકને ટિકિટ આપવામાં આવી છે, ડાંગ બેઠક પરથી નિલેશ ઝાંબરેને ટિકિટ આપવામાં આવી છે, ધરમપુર બેઠક પરથી સુરેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે, નાંદોદ બેઠક પરથી મહેશ સરાદભાઈ વસાવા અને ઓલપાડ બેઠક પરથી વિજય વસાવાને ટિકિટ આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.