ભાવનગરના આંગણે યોજાયો ‘પાપાની પરી’ સમૂહ લગ્નોત્સવ- PM મોદીએ ઉપસ્થિત રહી 552 યુગલોને આપ્યા આશીર્વાદ

ગુજરાત(Gujarat): રવિવારે સાંજે ભાવનગર(Bhavnagar)ના આંગણે મારુતિ ઇમ્પેક્ષ ફાઉન્ડેશન દ્વારા પાપાની પરી(Papa Ni Pari) સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન જવાહર મેદાન ખાતે સંપન્ન થયું હતું. મારુતિ ઇમ્પેક્ષ(Maruti Impex Foundation)ના ફાઉન્ડર ઉદ્યોગરત્ન સુરેશભાઈ લખાણી(Sureshbhai Lakhani) અને દિનેશભાઈ લખાણી(Dineshbhai Lakhani)ના યજમાનપદે આ ભવ્ય આયોજન થયું જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમૂહલગ્નમાં દેશભરના વિવિધ સમાજ અને ધર્મના યુગલોને આશીર્વાદ આપવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી હાજર રહ્યા હતા. આ સિવાય દેશના નામી રાજકીય આગેવાનો, સંત, સમાજ આગેવાનો હાજરી આપી હતી. આટલું જ નહિ, અંદાજે ચાર લાખ મહેમાનનીની પણ આ લગ્નોત્સવમાં હાજરી આપી હતી.

પાપાની પરી સમૂહ લગ્નોત્સવમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા દિનેશભાઈ લખાણી એ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીની હાજરી એ મારા સ્વપ્ન સમાન છે.

પ્રધાનમંત્રી મોદીની હાજરી એટલે આ 552 દીકરીઓ માટે હરખનો દિવસ છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાહેબને અમે આશીર્વાદ આપવા આમંત્રિત કરવા માટે ગયા ત્યારે મોદી સાહેબ એ કહ્યું હતું, હું આશીર્વાદ લેવા આવીશ. દિનેશભાઈ એ હાજર સૌ કોઈ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાસંગિક ઉદબોધન કરતા સૌપ્રથમ આયોજક સુરેશભાઈ લખાણી અને દિનેશભાઈ લખાણીનો આ ભવ્ય આયોજનમાં આમંત્રણ પાઠવવા બદલ આભાર માન્યો હતો.

આ સમૂહ લગ્નોત્સવમાં નવયુગલોને આશીર્વાદ અને શિખામણ આપતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, આ લગ્નનો ખર્ચ તો લખાણી પરિવાર આપે છે પણ લગ્ન પછી ખોટો ખર્ચ ન કરતા. પિતૃ તુલ્ય ભાવનાથી લખાણી પરિવારે આ કાર્ય કર્યું છે.

લગ્ન પછી પરિવારમાં કોઈ અભણ ન રહે તે ધ્યાન રાખવાની શિખામણ આપતા પ્રધાનમંત્રી મોદીએ સર્વ શિક્ષા અભ્યાનની આહલેક ઊભી કરી હતી.

રાજ્યમાં સી આર પાટીલ કુપોષણ હટાવવાનું બીડું ઝડપ્યું છે, જ્યારે આરોગ્યમંત્રી એ દેશમાં ટીબી મુક્ત ભારત માટે ગામો દત્તક લેવાની યોજના ઘડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાસંગિક ઉદબોધન બાદ પાંચ નવ યુગલોને સ્ટેજ પર આશીર્વાદ પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં નોંધાયો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ:
આ કાર્યક્રમમાં એક વિશેષ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. જેમાં 552 નવયુગલો વિદાય લે તે પહેલા તમામ વર વધુએ એક બીજાને ગુલાબનો હાર પહેરાવ્યો હતો. આટલું જ નહિ કન્યાદાન માં લખાણી પરિવાર તરફથી રિયલ ડાયમંડ સેટ આપવામાં આવ્યો હતો. માત્ર આટલું જ નહિ કન્યાઓના સાસરિયા પરિવારને 103 થી વધુ ચીજવસ્તુઓ કરિયાવર રૂપે લખાણી પરિવાર તરફથી આપવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *