ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે (10 નવેમ્બર) એડિલેડ ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે બીજી સેમિફાઇનલ મેચ રમવાની છે. આ માટે ભારતીય ટીમ મંગળવારે પ્રેક્ટિસ માટે ઉતરી હતી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા (Captain Rohit Sharma) નેટ્સમાં બેટિંગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો.
નેટ્સમાં, રોહિત થ્રો ડાઉન નિષ્ણાત રઘુનો સામનો કરી રહ્યો હતો. આ દરમિયાન એક બોલ તેના જમણા હાથ પર વાગ્યો, જેના પછી તે એકદમ અસહજ દેખાઈ રહ્યો હતો. જે બાદ ફિઝિયો તેની પાસે દોડી ગયો હતો. થોડા વિરામ પછી, તે નેટ માંથી બહાર આવી ગયો. ટીમના મેડિકલ સ્ટાફે રોહિત શર્માની ઈજાની જાણ કરી અને તે ફરીથી મેદાન પર બેટિંગ કરવા આવ્યો.
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રોહિતનું બેટ વર્લ્ડ કપમાં વધારે ચાલ્યું નથી. તેણે 5 મેચમાં માત્ર 89 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 53 રન છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સેમીફાઈનલ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 કલાકે શરૂ થશે. જેમા ચાહકોને કેપ્ટન રોહિલ શર્મા પાસેથી ઘણી અપેક્ષા છે.
T20 વર્લ્ડ કપ 2022ની બીજી સેમિફાઇનલ ગુરુવારે (10 નવેમ્બર) ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે. ઈંગ્લિશ ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મલાન ઈજાગ્રસ્ત છે, તેથી તે આ મેચનો ભાગ બને તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, સેમિફાઇનલ મેચમાં ડેવિડ મલાનની જગ્યાએ ફિલ સોલ્ટ, ડેવિડ વિલી અને ક્રિસ જોર્ડન ઇંગ્લેન્ડ XIનો ભાગ બની શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.