આમ આદમી પાર્ટીના વિધાનસભા ઉમેદવારનું થયું અપહરણ, જાણો કોણ કરી ગયું ખેલ

ગુજરાત(Gujarat): આમ આદમી પાર્ટી(AAP)ના રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા(Raghav Chadha)એ મિડીયાને મહત્વપૂર્ણ મુદ્દે સંબોધિત કરતા કહ્યું હતું  કે, સુરત પૂર્વ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર કંચન જરીવાલા(Kanchan Jariwala)નું ગઈકાલે સવારથી ભાજપ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. તેઓ સવારથી જ ભાજપના ગુંડાઓની કસ્ટડીમાં છે. તેમના ઘરે પણ તાળું મારેલું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી ભાજપ એટલી ડરી ગઈ છે કે તેણે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારોનું અપહરણ કરવાનું શરૂ કરી દીધું છે. આ ધોળા દિવસે લોકશાહીની હત્યા છે.

વધુમાં ઉમેરતા કહ્યું કેમ, ગઈકાલે સવારથી તેમના પર અને તેમના પરિવાર પર ભાજપના સ્થાનિક ગુંડાઓએ તેમનું નામાંકન રદ કરવા દબાણ કર્યું હતું. ગઈકાલે ચકાસણીનો છેલ્લો દિવસ હતો. ભાજપના લોકોએ અમારા ઉમેદવાર પર રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં જઈને તેમનું નામાંકન રદ કરાવવા દબાણ કર્યું હતું. જ્યારે કંચન જરીવાલા અને તેમના પરિવારે ભાજપના ગુંડાઓની વાત ન સાંભળી ત્યારે ભાજપના ગુંડાઓએ તેમને પોતાની કેદમાં લીધા અને પોતે રિટર્નિંગ ઓફિસરની ઓફિસમાં ગયા અને ઓફિસમાં રિટર્નિંગ ઓફિસર પર તેમનું નામાંકન રદ કરવા દબાણ કરવામાં આવ્યું.

વધુમાં કહ્યું હતું કે, કંચન જરીવાલાના સમર્થકો પર પણ એવું કહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું કે, તેઓએ કોઈ દસ્તાવેજો આપ્યા નથી, કોઈ સહી કરી નથી અને તેઓ આ નામાંકન રદ કરાવા માગે છે. આ રીતે દરેક પ્રકારનું દબાણ કર્યું હતું. પરંતુ જ્યારે ઉમેદવારી પત્ર રદ કરવાનો કોઈ વિકલ્પ ન હતો ત્યારે ભાજપના ગુંડાઓ અમારા ઉમેદવારને ત્યાંથી કોઈ અજાણ્યા સ્થળે લઈ ગયા હતા. બપોરે એક વાગ્યાથી કંચન જરીવાલાનો ફોન સ્વીચ ઓફ હતો. તેમના લોકેશનની કોઈને ખબર નથી. અમારા ઉમેદવાર પર આજે અને કાલે ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. અમારા ઉમેદવાર પર માનસિક, શારીરિક અને ભાવનાત્મક રીતે દબાણ કરવામાં આવી રહ્યું છે.

ઉમેરતા કહ્યું છે કે, અત્યારે ભારતની લોકશાહીનો સૌથી મોટો તહેવાર એટલે કે ચૂંટણી ચાલી રહી છે. લોકો એ પણ નક્કી કરી રહ્યા છે કે કઈ પાર્ટીને વોટ આપવો અને કોને નહીં. આ વચ્ચે ભાજપના ગુંડાઓ અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી એટલા ડરી ગયા છે કે તેઓએ અમારા સુરત પૂર્વના ઉમેદવારનું અપહરણ કરી લીધું છે. આ જંગલ રાજ નથી તો શું છે? આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટી કડક કાર્યવાહી કરશે. અમે મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરી છે. અમે આ અંગેની તમામ માહિતી પોલીસ પ્રશાસનને પણ આપવાના છીએ અને અમે અપેક્ષા રાખીએ છીએ કે કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવા માટે કોઈ પણ ઉમેદવાર પર માનસિક અને શારીરિક દબાણ ન કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *