આપણા દેશમાં સ્રીઓને સમાન દરરજો આપવામાં આવે છે. તેના ઘણા ઉદાહરણ આપણને જોવા મળતા હોય છે. કોઈ પણ સ્રી પોતાના પરિવાર અને પોતાના સબંધીઓ પાસે તે પોતાને વધારે સુરક્ષિત અનુભવતી હોય છે. પરંતુ તે કયારે તેના ભક્ષક બની જાય તેની તેને પણ ખબર રેહતી નથી. આવી એક ભયાનક ઘટના સામે આવી છે. એક સગીર વયની છોકરીના જ સબંધીએ તેને ડ્રગ્સ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
એક 16 વર્ષની છોકરીને તેના જ સંબંધીએ પહેલા ડ્રગ્સ આપ્યું, ત્યાર બાદ પાંચ લોકોએ તેની સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ કર્યા બાદ અશ્લીલ વિડિયો બનાવીને એક વર્ષ સુધી તેને બ્લેકમેલ પણ કરતા રહ્યા હતા. હાલમાં તેને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દીધી છે. તે જ સમયે, પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પોલીસ આ ગુનામાં શામેલ વધુ બે આરોપીની શોધી કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, એપ્રિલ મહિનામાં એક સગીર છોકરીને તેના જ સંબંધી રંગનાથ એવી સુમસાન જગ્યાએ લઈ ગયો હતો કે જ્યાં કોઈ આવતું જતું ન હોય. ત્યાં તે છોકારીને પેહલા ડ્રગ્સ આપ્યું હતું. ત્યારબાદ રંગનાથે તેના ચાર મિત્રોને બોલાવ્યા. જેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું. દુષ્કર્મ આચરી તેનો અશ્લીલ વિડિયો ફોનમાં રેકોર્ડ કર્યો. વીડિયો બનાવ્યા બાદ તેનો ઉપયોગ તેને બ્લેકમેલ કરવા માટે કર્યો હતો. આ પછી એક વર્ષ સુધી યુવતીને બ્લેકમેલ કરતા હતા અને તેની સાથે અવારનવાર સામુહિક દુષ્કર્મ આચરતા રહ્યા.
છોકરીના વર્તનમાં ફેરફાર જોઈને તેના માતા-પિતાએ તેના નાની ઉંમરે જ લગ્ન કરાવી દીધા હતા. તેના લગ્ન ત્રિચીના એક વ્યક્તિ સાથે કરાવી દીધા હતા. આ બાળલગ્ન વિષે બાળ અધિકાર કાર્યકરોને જાણ થતા, તેઓએ પોલીસ કેસ નોધાવ્યો. પોલીસ અધિકારીઓએ બાળકીને બચાવી લીધી અને તેને બાળ સુરક્ષા ગૃહમાં મોકલી દીધી હતી.
આ દુષ્કર્મનો વિડીયો વોટ્સએપ પર વાયરલ થઈ ગયો હતો. આ વિડીયો વાયરલ થતા બાળકીના માતા-પિતાએ ઓલ-વુમન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે રંગનાથનના એકે મિત્રએ વીડિયો વોટ્સએપ પર શેર કર્યો હતો જેના લીધે રંગનાથ અને તેના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે યુવતીની ફરિયાદના આધારે રંગનાથન, મણિકંદન અને ગણેશની ધરપકડ કરી હતી. પોલીસે ફરાર બે આરોપની તપાસ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.