ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) દક્ષિણ ગુજરાતમાં પોતાની જમીન ગુમાવી ચૂકી હોય હવે માત્ર આદિવાસી બેઠકો પર ફોકસ કરી રહી છે. ત્યારે ગુજરાતમાં ચૂંટણી સભા માટે આવી પહોંચેલા રાહુલ ગાંધીએ દક્ષિણ ગુજરાતથી (Rahul Gandhi in Gujarat) જ કોંગ્રેસનો વિધાનસભા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પ્રથમ સભામાં જ ખરાબ મેનેજમેન્ટને કારણે સ્ટેજ પર જ રાહુલ ગાંધીની મજાક ઉડી હતી.
પોતાને દિગ્ગજ નેતા ગણાવતા ભરતસિંહ સોલંકી (Bharatsinh Solankee) દુભાષિયા તરીકે દોઢ ડાહ્યા બનવા ઊભા થયા હતા. પરંતુ તેમના અજ્ઞાનને કારણે રાહુલ ગાંધીને નીચા જોયું થયું હતું. સામાન્ય રીતે ગુજરાતીઓ હિન્દી સારી રીતે સમજી લે છે. આ પહેલા ગુજરાતમાં રાહુલ ગાંધીને ક્યારેય દુભાશિયા તરીકે કોઈ માણસને ઉભો રાખવાની જરૂર પડી નહોતી. પરંતુ રાહુલ ગાંધી ની સાથે ચમકવા માટે આગળ આવેલા ભરતસિંહ સોલંકી લોચો મારતા કોંગ્રેસની મજાક ઉડી હતી.
ઉલ્લેખનીય છે કે, 2017 ની ચૂંટણીમાં ટિકિટોનો વેપાર કરવાના આરોપ બાદ ચૂંટણીમાં મળેલી હાર પછી અમેરિકા જતા રહેલા પાર્ટ ટાઈમ રાજકારણી ભરતસિંહ સોલંકી ફરી પાછા સક્રિય થયા હતા અને 2022માં પણ ટિકિટોનો વેપલો કર્યો હોય તેવો આરોગ કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ લગાવ્યો હતો અને કોંગ્રેસ ઓફિસમાં જઈને ભરતસિંહ ના નામના છાજિયા લઈને તેમનું નેમ પ્લેટ પણ હટાવી દીધી હતી.
ભરતસિંહ પોતે પોતાના વિસ્તારમાં પણ ચૂંટણી જીતી શકતા નથી મોટા નેતા બનવાના સપના જોવે છે. આ કોંગ્રેસની કઠણાઈ સમજવી કે કોંગ્રેસની લાચારી જેમાં યોગ્ય નેતાઓને યથા યોગ્ય સ્થાન મળતું નથી અને નેપોર્ટીઝમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની ઓફિસમાં અડીંગો જમાવી બેઠેલા ભરતસિંહના મળતીયાઓ કોંગ્રેસ પર શાસન કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં 57 થી વધુ ચૂંટાયેલા કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે અને મોટાભાગના નેતાઓ પક્ષ પલટાનું કારણ ભરતસિંહ સોલંકી ને ઠેરવી રહ્યા છે. અહેમદ પટેલની ગેરહાજરી બાદ અહેમદ પટેલ નું સ્થાન મેળવવા માટે તલપાપડ થયેલા ભરતસિંહ સોલંકી આ પહેલી વખત ભાંગરો વાટ્યો નથી. આ પહેલા પણ એક યુવતી સાથે ઘરમાં રંગ રેલીયા કરતા ઝડપાયા હોવાનું આરોપ પણ ભરતસિંહ સોલંકી પર લાગી ચૂક્યો છે.
ભરતસિંહ સોલંકી ના રાજકીય પ્રવાસ ની વાત કરીએ તો 2014 બાદ તેઓ કોઈ ચૂંટણી જીતી શક્યા નથી. આણંદ અને બોરસદના રાજકારણમાં પિતા માધવસિંહ સોલંકીના આશીર્વાદથી ચમકતા રહેલા ભરતસિંહ સોલંકી પાસે પોતાના મળતીયાઓ સિવાય હાલમાં કોઈ કોંગ્રેસી કાર્યકર વધ્યા નથી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ માને છે કે, જ્યાં સુધી ભરતસિંહ સોલંકી કોંગ્રેસમાં છે ત્યાં સુધી કોંગ્રેસ ત્યારે સત્તાનું સુખ મેળવી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.