શહીદ પતિનું સપનું પૂર્ણ કરવા પત્નીએ બાળક છોડીને દેશપ્રેમ પસંદ કર્યો, ૧૧ મહિનાની કઠીન તાલીમ બાદ મળી આર્મીમાં એન્ટ્રી

ભારતીય સેના (Indian Army)ની એક મહિલા આર્મી ઓફિસર (Army officer)નો વીડિયો(Viral video) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના…

ભારતીય સેના (Indian Army)ની એક મહિલા આર્મી ઓફિસર (Army officer)નો વીડિયો(Viral video) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના જીવનના મુશ્કેલ સમયથી લઈને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા સુધીની સફર જણાવતી જોવા મળી રહી છે. તેણે સેનામાં લેફ્ટનન્ટ(Lieutenant) બનવાનો શ્રેય તેના સ્વર્ગસ્થ પતિને આપ્યો છે. તેના ચહેરા પરનું સ્મિત જણાવી રહ્યું છે કે તે આ સેનામાં જોડાઈને કેટલી ખુશ છે.

વાસ્તવમાં, વીડિયોમાં જોઈ શકાય છે કે ભારતીય સેનાની મહિલા અધિકારી લેફ્ટનન્ટ રિગિન શોરોલ તેના પુત્રને ખોળામાં લઈને જઈ રહી છે. તે ભારતીય સેનાના યુનિફોર્મમાં જોવા મળી રહી છે. તેમના પતિનું સ્વપ્ન શોરોલ આર્મીમાં જોડાવાનું હતું. 11 મહિનાની સખત તાલીમ પછી, તે તેના સ્વર્ગસ્થ પતિ રિગ્ઝિન ખંડપનું સ્વપ્ન પૂરું કરીને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.

એક સમારોહ દરમિયાન લેફ્ટનન્ટ રિગિન શોરોલે કહ્યું કે, “મેં મારા પતિનું સપનું પૂરું કર્યું છે. તે ઈચ્છતો હતો કે હું આર્મી ઓફિસર બનું. આર્મીમાં મારી સફર ડિસેમ્બર 2021માં શરૂ થઈ હતી અને 11 મહિનાની સખત તાલીમ બાદ હું ઓફિસર બની છુ. તે દરમિયાન હું એકલી રહી અને મારા બાળકથી દુર રહીને મારું લક્ષ્ય પૂરું કર્યું. મને ખાતરી છે કે મારા પતિને મારા પર ગર્વ થશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લદ્દાખના રહેવાસી શોરોલના સ્વર્ગસ્થ પતિ રિગ્ઝિન ખંડપ લદ્દાખ સ્કાઉટ્સની જેદાંગ સુમ્પા બટાલિયનમાં રાઈફલમેન હતા, તેઓ ફરજ પર શહીદ થયા હતા. તેમના પછી તેમની પત્ની 11 મહિનાની તાલીમ બાદ આર્મી ઓફિસર બની. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. મહિલા આર્મી ઓફિસર પર ગર્વની લાગણી સાથે સલામી રજૂ કરી રહી છે. અન્ય ઘણા યુઝર્સ પણ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *