ભગવંત માને રોડ શો માં જણાવ્યું કે- ગુજરાતની જનતા પરિવર્તન માંગે છે, તેઓ 27 વર્ષ જૂની ચક્કીને જડમૂળથી ઉખેડી નાખશે

ગુજરાત(Gujarat election 2022): ગુજરાત વિધાનસભા(Assembly elections)ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને આમ આદમી પાર્ટી(AAP)એ પૂરી તાકાત લગાવીને ગુજરાતના દરેક ઘર સુધી પોતાનો પ્રવેશ કરી લીધો છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન(Bhagavat maan)એ કરજણ, નાંદોદ, સંખેડા અને જેતપુર-છોટા ઉદેપુરમાં રોડ શો યોજીને ચૂંટણી પ્રચારને આગળ ધપાવ્યો. ’આપ’ દ્વારા આયોજિત રોડ શોમાં વડોદરા, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લાના ઘણા સ્થાનિક લોકોએ ભાગ લીધો અને આમ આદમી પાર્ટીને પોતાનું સમર્થન જાહર કર્યું.

આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન છેલ્લા ઘણા મહિનાઓથી સતત ગુજરાતમાં આવી રહ્યા છે અને પરિવર્તનની આંધીને વધારી રહ્યા છે. આજે ભગવંત માનએ કરજણ, નાંદોદ, સંખેડા અને જેતપુર-છોટા ઉદેપુરમાં રોડ શો કરીને ચૂંટણી પ્રચારને આગળ ધપાવ્યો હતો.

ભગવંત માનના દરેક કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ભાગ લઈ રહ્યા છે અને જનતાના આ સમર્થનને કારણે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનએ રોડ શોમાં હજારો લોકોને સંબોધતા કહ્યું કે, આજે હજારોની સંખ્યામાં લોકો અહીં આવ્યા છે, તે દર્શાવે છે કે અહીં પરિણામોની જરૂર નથી, અહીં સરકાર બનવાની જ છે. ગુજરાતની જનતા 27 વર્ષથી ચાલી રહેલી ચક્કીથી કંટાળી ગઈ છે. ભ્રષ્ટાચારની ચક્કી, બેરોજગારીની ચક્કી, ખરાબ શિક્ષણની ચક્કી, ખરાબ સ્વાસ્થ્યની ચક્કી, હવે ગુજરાતની જનતા આ ચક્કીને ઉખાડીને ફેંકી દેશે.

આજે જ્યારે હું અહીંથી આવી રહ્યો હતો, ત્યારે મેં જોયું કે અહીં સારા છોડ છે, સારા પર્વતો છે, સારી નદીઓ છે, સારું વાતાવરણ છે, આપણી પાસે બધું જ સારું છે, ભગવાને આપણને શું નથી આપ્યું અને પછી મને વિચાર આવ્યો કે ભગવાને બધું જ આપ્યું છે, માત્ર સારી નિયતવાળા નેતાઓ નથી આપ્યા, પરંતુ 8 તારીખે તમારા સૌની ઇચ્છા પણ પૂરી થઇ જશે. જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની જશે. પંજાબમાં અમે ઘઉં, ચોખા, મગની દાળ, નરમા, કપાસ પર MSP આપવાનું શરૂ કર્યું છે.

અમે માનીએ છીએ કે ખેડૂતનો પરસેવો સુકાય તે પહેલા તેને તેના પાકની યોગ્ય કિંમત મળવી જોઈએ અને તેથી જ અમે ખેડૂતોની MSP પર પાક ખરીદી રહ્યા છીએ. અમે પંજાબના લોકો અમારો કોઈ રેકોર્ડ જલ્દી તૂટવા નથી દેતા. પરંતુ આ વખતે અમે પંજાબના લોકો પણ ઇચ્છીએ છીએ કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી દે અને પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે. ભાજપવાળા કહે છે કે, અમે કોંગ્રેસની બી ટીમ છીએ અને કોંગ્રેસવાળા કહે છે કે, અમે ભાજપની બી ટીમ છીએ પરંતુ હું કહેવા માંગુ છું કે અમે માત્ર ગુજરાતના 6 કરોડ લોકોની એ ટીમ છીએ.

અમે 130 કરોડ ભારતીયોની ‘A’ ટીમ છીએ. પંજાબ અને દિલ્હીમાં અમે ખૂબ જ પારદર્શક રીતે સરકાર ચલાવીએ છીએ. દિલ્હીમાં અમે પહેલા મફતમાં વીજળી આપવાનું શરૂ કર્યું, એ બાદ પંજાબમાં સરકાર બન્યા પછી અમે પંજાબમાં પણ મફત વીજળી આપવાનું શરૂ કર્યું. આજે પંજાબમાં 50 લાખ ઘરોનું વીજળી બિલ ઝીરો આવી ગયું છે. આ બધું શક્ય છે, માત્ર સારી નિયતવાળી સરકારની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *