આગ્રા(Agra): શહેરમાંથી હાલ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સીટી સ્કેન(CT scan) દરમિયાન સાડા ત્રણ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પરિજનોનો આક્ષેપ છે કે, ડોક્ટરના ખોટા ઈન્જેક્શનને કારણે પુત્રનું મોત થયું છે. આ ઘટના બાદ સેન્ટર બંધ કરીને તબીબો અને સ્ટાફ ભાગી ગયા હતા. જેને લઈને હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના આગ્રાના સુભાષ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તારની નાઈ કી મંડીમાં સ્થિત અગ્રવાલ સીટી સેન્ટરની છે. જેમાં સાડા ત્રણ વર્ષીય દિવ્યાંશ છત પરથી નીચે પડી ગયો હતો. જેને પગલે તેના માતા-પિતા તેને સીટી સ્કેન માટે લાવ્યા હતા. મૃતકના માતા-પિતાના જણાવ્યા અનુસાર, કહ્યું કે દિવ્યાંગ હસતા રમતા સીટી સ્કેન મશીનમાં ગયો હતો. પરંતુ જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તેનો શ્વાસ અટકી ગયો હતો.
ઘટનાની જાણ થતા પરિવારજનો એકઠા થઈ ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો. ત્યારે આ અંગે મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે, ડોક્ટરે ખોટા ઈન્જેક્શનને કારણે પુત્રનું મોત થયું છે. તેમજ હોબાળો જોઈ ત્યાના તબીબો તથા સ્ટાફ સેન્ટર બંધ કરીને ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરતા તે ઘટના સ્થળે પહોચીઓ હતી. તેમજ મોડી રાત્રે પોલીસ દ્વારા ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે ઘટના સ્થળ પર પહોચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના પરિવાર પાસે સીટી સ્કેન દરમિયાન બાળકનો વીડિયો પણ છે, જેમાં તે વાત કરી રહ્યો છે. ખાઈ પી રહ્યો છે. સંબંધીઓએ પોલીસને પણ આ વાત જણાવી છે. સેન્ટરના સંચાલક સહિત અન્ય લોકો ફરાર છે. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.