અવાર નવાર છેડતીના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ત્યારે હાલ તો મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજધાની મુંબઈ (Mumbai)માં એક કોરિયન મહિલાની છેડતીનો મામલો સામે આવ્યો છે. જેનો વિડીયો પણ વાયરલ(Viral video) થયો છે. જેમાં મુંબઈની ગલીમાં એક યુવક કથિત રીતે યુટ્યુબરની છેડતી કરતો જોવા મળી રહ્યો છે.
Namaste🇮🇳 #india #namaste pic.twitter.com/dLytSyn0A9
— Mhyochi in 🇮🇳 (@mhyochi) November 4, 2022
કહેવામાં આવી રહ્યું છે કે મહિલા દક્ષિણ કોરિયાની નાગરિક છે. જેનું સાચું નામ Hyojeong પાર્ક છે. આ અંગે યુવતી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
@MumbaiPolice A streamer from Korea was harassed by these boys in Khar last night while she was live streaming in front of a 1000+ people. This is disgusting and some action needs to be taken against them. This cannot go unpunished. pic.twitter.com/WuUEzfxTju
— Aditya (@Beaver_R6) November 30, 2022
મળતી માહિતી અનુસાર, દક્ષિણ કોરિયાની યુવતી જ્યારે રાત્રે 8 વાગ્યે ઉપનગરીય ખાર વિસ્તારમાં ‘લાઇવ સ્ટ્રીમિંગ’ કરી રહી હતી, આ દરમિયાન આ ઘટના બની હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યુવક મહિલાની ખૂબ નજીક આવ્યો અને તેણે વિરોધ કરવા છતાં તેનો હાથ પકડીને તેને ખેંચવાનો પ્રયાસ કર્યો.
Dev Deepawali-The day when the gods are believed to descend to Earth to bathe in the Ganges दीपावली इन हिंदी
The day to meet #varanasi #deepawali #दीपावली pic.twitter.com/hUtKrFOSoa— Mhyochi in 🇮🇳 (@mhyochi) November 8, 2022
આ પછી જયારે મહિલા સ્થળેથી આગળ ગઈ, ત્યારે તે જ માણસ ફરી એક મિત્ર સાથે મોટરસાઇકલ પર દેખાયો અને તેણે મહિલાને તેના ગંતવ્ય સ્થાને મૂકવાની ઓફર કરી, જ્યારે મહિલાએ તૂટેલી અંગ્રેજીમાં તેની ઓફરને નકારી કાઢી હતી. આ ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.
Today i took at least 80 pictures with more than 100 people. And I feel like I made them happier just by smiling in front of camera. A small kindness can literally make others’ day a little bit happier. It doesn’t cost much and you will feel fuuuking great too. So Smile Everone☺️ pic.twitter.com/ogzG5VMZqU
— Mhyochi in 🇮🇳 (@mhyochi) November 18, 2022
યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે વાયરલ વીડિયોના આધારે વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા આ અગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.