રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા વ્યક્તિને પલભરમાં જ મળેત દર્દનાક મોત, પણ… -કઠણ કાળજા વાળા જ જુએ આ વિડીયો

વાયરલ(Viral): લોકો વારંવાર રેલવે સ્ટેશન(Railway station) પર ઉતાવળમાં દોડીને રેલવે ટ્રેક ક્રોસ(Railway track cross) કરતા જોવા મળે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સામેથી…

વાયરલ(Viral): લોકો વારંવાર રેલવે સ્ટેશન(Railway station) પર ઉતાવળમાં દોડીને રેલવે ટ્રેક ક્રોસ(Railway track cross) કરતા જોવા મળે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સામેથી આવી રહેલી ટ્રેનને જોયા પછી પણ ઘણી વખત લોકો પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. જો કે થોડીક પણ બેદરકારી મોંઘી પડી જાય છે, તેમ છતાં લોકો વારંવાર એ જ ભૂલોનું પુનરાવર્તન કરે છે. રેલવે સ્ટેશન પર મુસાફરો દ્વારા જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલોના વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર વારંવાર જોવા મળે છે. કેટલાક લોકો પોતાની ભૂલોને જીવનભર ભૂલી શકતા નથી, જ્યારે કેટલાક 2 મિનિટની ઉતાવળના કારણે અકસ્માતનો શિકાર બને છે. હાલમાં જ આવો જ એક વિડીયો(Viral video) સામે આવ્યો છે, જેને જોઇને તમારા દિલની ધડકન પણ વધી જશે.

આ હેરાન કરી દે તેવા વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે એક વ્યક્તિ નિયમોનો ભંગ કરીને ટ્રેક પરથી પ્લેટફોર્મ બદલી રહ્યો છે. આ દરમિયાન, તમે જોશો કે તેના જૂતા ક્યાંક ફસાઈ જાય છે અને અચાનક તેના પગમાંથી નીકળી જાય છે, તે વ્યક્તિ તેને ઉપાડવા અને પહેરવા માટે ટ્રેક પર ઉભો રહી જાય છે. એટલામાં સામેથી એક હાઈસ્પીડ ટ્રેન આવે છે. આ દરમિયાન, પ્લેટફોર્મ પર ઊભેલો એક પોલીસકર્મી તેને વારંવાર પાટા પરથી દુર થઇને પ્લેટફોર્મ પર ચઢવાનું કહેતો જોવા મળે છે. ત્યાં સુધી ટ્રેન વ્યક્તિની એકદમ નજીક આવી જાય છે.

વ્યક્તિના નસીબ સારા હશે જેને કારણે તે પાટા પરથી બાજુમાં આવી જાય છે અને પ્લેટફોર્મ પર સલામત રીતે ચઢી જાય છે. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વિડીયો જૂનો છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પણ ડરી જાય છે અને ગુસ્સે થઈ જાય છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. વિડીયોમાં વ્યક્તિની હરકતો જોઈને લોકો ગુસ્સાથી ભડકી રહ્યા છે. માત્ર 22 સેકન્ડનો આ ટ્રેન્ડિંગ વિડીયો અત્યાર સુધીમાં હજારો વખત જોવામાં આવ્યો છે. તમારે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે જાન છે તો જહાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *