પોલીસ ન કરી શકી એ કામ સ્થાનિકોએ કરી બતાવ્યું, ખીચોખીચ દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી- લોકો થેલા ભરીને ઉઠાવી ગયા

ગુજરાત(Gujarat): અરવલ્લી(Aravalli) માલપુર(Malpur)ના અણિયોર ચોકડી નજીક સ્થાનિકો દ્વારા અંગ્રેજી દારૂ ભરેલી જીપ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે દારૂની ખેપ ઝડપાતાં અનેક સવાલો પેદા થઇ રહ્યા છે. પોલીસ આવે એ પહેલાં દારૂની લૂંટ માટે લોકોની પડાપડી ચાલી હતી. જોકે સમગ્ર ઘટનાનો વિડીયો(Video) સોશિયલ મીડિયામાં પર ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

ગઈકાલે સમી સાંજે માલપુરના અણિયોર ચોકડી નજીક દારૂ ભરેલી કાર પસાર થતી હોવાની બાતમી સ્થાનિક લોકોને મળી હતી. જેને લઈ સ્થાનિક લોકો દ્વારા ગાડી આવતા પીછો કરવામાં આવ્યો હતો અને કારને ઝડપી પાડવામાં આવી હતી. ​​​​કારની અંદર ખીચોખીચ દારૂ ભરેલો હતો. સ્થાનિકો દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, જ્યારે આરોપી રામચંદ રહે.ગાણતા.માલપુર જિ. અરવલ્લી ગાડી મુકી ભાગી ગયો હતો. પોલીસ આવે એ અગાઉ જ દારૂની લૂંટ માટે પડાપડી ચાલી હતી. જોકે પોલીસ દ્વારા દારૂ ભરેલી કારનો કબજો મેળવી કાર માલપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારુ જેની કિંમત રૂપિયા 87 હજાર 600 તથા સ્કોર્પીયો ગાડીની કિંમત રૂપિયા 2 લાખ મળી કુલ કિંમત રૂપિયા 2 લાખ 87 હજાર 600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તમામ પ્રોહી. મુદ્દામાલ કબજે લઇ પ્રોહી. એક્ટ મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મહત્ત્વની બાબત તો એ છે કે, માલપુર પોલીસ સ્ટેશનથી રાજસ્થાન સરહદ ફક્ત 12 કિલોમીટર દૂર છે. આમ તો આંતરરાજ્યની તમામ ચેકપોસ્ટ પર કડક બંદોબસ્ત હોવાના તંત્ર દાવા કરતો હોય છે. ત્યારે શું સરહદી વિસ્તારોમાં બોર્ડરો ખુલ્લી રાખવામાં આવતી હશે? શું પોલીસ દ્વારા કોઈ વાહનોનું ચેકીંગ કરવામાં નહી આવતું હોય? શું આમાં કોઈ બુટલેગર અને પોલીસની મિલી ભગત હશે? આવા અનેક સવાલો પેદા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *