ભૂસ્ખલનમાં એકસાથે ૩૩ લોકો મોતથી ચારેબાજુ હાહાકાર- વિડીયો દ્વારા જુઓ ખૌફનાક મંજર

કોલંબિયા (Colombia)માંથી ફરી એકવાર ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. રિસરલ્ડા (Risaralda)માં વરસાદને કારણે સર્જાયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 33 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને પ્યુબ્લો રિકો અને સાંતા સિસિલિયા ગામો વચ્ચેની એક બસ તેની નીચે આવી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, રાજધાની બોગોટાથી 230 કિમી દૂર આ અકસ્માત થયો હતો. આ અંગે પ્રમુખ પેટ્રોએ ટ્વીટર પર જણાવ્યું હતું કે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે, આ દુર્ઘટનામાં 33 લોકોના મોત થયા છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

આ અકસ્માતમાં 33 લોકોના મોત થયા હતા:
રાજધાની બોગોટાથી 230 કિમી દૂર આ અકસ્માત થયો હતો. આ અંગે ગૃહ પ્રધાન અલ્ફોન્સો પ્રાડાએ પત્રકારોને જણાવ્યું હતું કે, “અમને ત્રણ સગીરો સહિત 33 લોકોના મૃતદેહ મળ્યા છે. તે જ સમયે, અમે નવ લોકોને બચાવવામાં સફળ રહ્યા, જેમાંથી ચારની હાલત ગંભીર છે”.

અધિકારીઓના જણાવ્યા અનુસાર રેસ્ક્યુ ટીમ બસ અને મોટરસાઈકલ પર સવાર લોકોને શોધી રહી છે, જેઓ ભૂસ્ખલનમાં ફસાયા હોવાના અહેવાલ છે. આ સાથે સિવિલ ડિફેન્સના એક અધિકારીએ જણાવ્યું કે રાહત અને બચાવનું કામ ચાલી રહ્યું છે.

2022માં 216થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે:
ભૂસ્ખલનમાંથી બચી ગયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે, “ડ્રાઇવરે બસને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો જ્યારે કાટમાળ નીચે આવી રહ્યો હતો અને બસ તેની થોડી પાછળ હતી”. તે માત્ર બેકઅપ લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે છેલ્લા 40 વર્ષથી કોલંબિયા ખરાબ હવામાનમાં પસાર થઈ રહ્યું છે. 2022માં માત્ર વરસાદને કારણે જ વિવિધ અકસ્માતોમાં 216 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *