ગુજરાતના તાલાળામાં થયેલા ધૈર્યા હત્યાકાંડે સમગ્ર ગુજરાતને ધ્રુજાવી દીધું હતું. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં એક પિતાએ જ પોતાની દીકરીને દર્દનાક મોત આપ્યું હતું. પોતાના જ પરિવારજનો દ્વારા એક 10 વર્ષની માસુમ બાળકીની ચાકુ મારીને દર્દનાક હત્યા કરવામાં આવી હતી. તેના કાકા, પિતા અને દાદાએ આ ગુનાને અંજામ આપ્યો હતો. તે પણ માત્ર એટલા માટે કે છોકરીના કાકા દુષ્કર્મના કેસમાં સંડોવાયેલા હતા. આવી સ્થિતિમાં ત્રણેય આરોપીઓએ એવું કાવતરું ઘડ્યું હતું કે, જો તેઓ દુષ્કર્મ પીડિતાના પતિને હત્યાના ખોટા કેસમાં ફસાવે તો દબાણ ઉભું કરીને દુષ્કર્મનો કેસ પડતો મુકી શકાય.
દુશ્મનાવટનો બદલો લેવા માટે પોતાની જ પુત્રીની હત્યા
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, અનમના પિતા અનીસ, કાકા શાદાબ અને દાદા શહજાદેએ દુશ્મનીનો બદલો લેવા માસુમની હત્યા કરી હતી. અનીસ તેના ભાઈ શાદાબને દુષ્કર્મના આરોપોથી બચાવવા માટે નિર્દયતાથી મારી નાખી છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. તેમણે પોતાનો ગુનો કબૂલ કર્યો છે. પોલીસે હત્યામાં સંડોવાયેલા બાળકીના પિતા અનીસ, તેના ભાઈ શાદાબ, નસીમ અને દાદા શહજાદેની ધરપકડ કરી છે. 3 ડિસેમ્બરની આ ઘટનામાં પોલીસે 5 ડિસેમ્બરે આરોપીની ધરપકડ કરી હતી. આ સમગ્ર ઘટના પીલીભીતના અમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માધોપુર ગામની છે.
આ સમગ્ર ઘટના માધોપુર ગામની છે. છોકરીનું નામ અનમ હતું. તે 3 ડિસેમ્બરે ખેતરમાં તડપતી જોવા મળી હતી. તેના પેટમાં ઊંડો ઘા હતો. આંતરડા બહાર આવી ગયા હતા. ચહેરા અને હાથ પર ઈજાના નિશાન પણ હતા. લગભગ અડધો કલાક સુધી સહન કર્યા બાદ પરિવારની સામે તેનું મોત થયું હતું.
પરિવારે તેમના સંબંધી શકીલ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ તેમનું ષડયંત્ર નિષ્ફળ ગયું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકી અનમના પિતા અનીસ, કાકા અને દાદાએ દુશ્મનાવટનો બદલો લેવા માટે તેની હત્યા કરી હતી. આ કાવતરામાં પિતા અને કાકાના વધુ બે ભાઈઓના નામ પણ સામે આવ્યા હતા. આ પછી પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી હતી. તેણે પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.
પિતા, કાકા અને દાદા એ એક મહિના પહેલા અનમની હત્યા કરવાની યોજના શરૂ કરી હતી. બાળકીની હત્યા પાછળનો માસ્ટરમાઇન્ડ તેના કાકા અને દાદા હતા. ભાઈને બચાવવા પિતા પણ તેની સાથે જોડાયા. બાળકીના હત્યારાઓ માનતા હતા કે પછીથી દીકરી તો ફરીથી જન્મી જશે, પરંતુ જો ભાઈ જેલમાં જશે તો પરિવાર વિખેરાઈ જશે. આથી ત્રણેએ મળીને 10 વર્ષની માસૂમને નિર્દયતાથી મારી નાખી. પોલીસની પૂછપરછમાં આરોપીએ આ ખુલાસો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.