હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધતી જણાઈ રહી છે. આજકાલ લોકો નજીવી બાબતે હત્યા કરી દેતા હોય છે. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે. એક યુવકે બીજી વખત શરીર સબંધ બાંધવાની ના પાડતા પત્નીની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આટલું જ નહિ, રહસ્ય છુપાવવા માટે મૃતદેહને કોથળામાં ભરીને જંગલોમાં ફેંકી દીધો હતો. આ સિવાય આરોપીએ અમરોહાના સિટી પોલીસ સ્ટેશનમાં તેની પત્નીના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી અનુસાર, અમરોહા નગરમાં રહેતા રાહુલ બેકરી ચલાવતો હતો. તેમના લગ્ન શીતલ સાથે થયા હતા. 5મી ડિસેમ્બરે સવારે 4 વાગ્યે બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. આ પછી થોડા સમય બાદ ફરી સંબંધ બાંધવાનું કહ્યું તો પત્નીએ ના પાડી હતી. ત્યારબાદ બંને વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં રાહુલે તેની પત્નીનું દોરડા વડે ગળું દબાવી હત્યા કરી હતી. (નામ બદલ્યા છે)
ત્યારબાદ રાહુલે મૃતદેહને કોથળામાં ભરીને તેની બાઇક પર લઇ જઈ નજીકના જંગલમાં ફેંકી દીધો, અને ઘરે પાછો આવી ગયો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં તેની પત્નીના ગુમ થયાની નોંધણી પણ કરાવી હતી. આ દરમિયાન રોડ પર કોથળામાં પેક મૃતદેહ જોઈને ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી.
જેને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતક મહિલાના મૃતદેહની ઓળખ કરવા માટે અનેક જિલ્લાઓમાં ફોટોગ્રાફ્સ મોકલ્યા. પોલીસ આજુબાજુના જિલ્લાઓમાંથી આવી મહિલાઓની વિગતો પણ એકત્ર કરી રહી હતી, જેમના ગુમ થયાની નોંધ તાજેતરમાં કરવામાં આવી હતી.
આ પછી જ્યારે તસવીરો મેચ થઈ તો કોથળામાં મળેલી લાશ શીતલની હોવાનું બહાર આવ્યું. તે પછી, જ્યારે પોલીસે મૃતકના પતિની કડકથી પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને પોલીસને જણાવ્યું કે તેણે આ ઘટનામાં તેના ભાઈની પણ મદદ લીધી હતી. પોલીસે હાલ બંને આરોપીઓને જેલમાં મોકલી દીધા છે.
આ અંગે મૃતકની માતાએ ફરિયાદ આપી હતી કે પુત્રી શીતલ જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. આ ક્રમમાં માહિતી મળી હતી કે 5 ડિસેમ્બરે જંગલમાં એક કોથળામાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ શીતલ તરીકે થઈ હતી. આ દરમિયાન, મૃતકના ભાઈએ નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પોલીસે તત્પરતા બતાવતા સમગ્ર મામલાનો ખુલાસો કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.