હજુ તો ચુંટણી પત્યા’ને ગણતરીના કલાકો નથી થયા ત્યાં ખુલેઆમ દારૂ લેવા લોકોની પડાપડી

https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/a-bag-full-of-liquor-was-found-on-rajkots-yagnik-road-the-day-after-the-election-a-mob-looted-it-130659076.html

રાજકોટ(Rajkot): રાજ્યમાં 1 ડિસેમ્બર તેમજ 5 ડિસેમ્બર આમ બે તબક્કામાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે એટલે કે 8 ડિસેમ્બરના રોજ તેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભાજપે(BJP) સપષ્ટ બહુમતીથી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. આવી સ્થિતિમાં ચૂંટણી પત્યાના ગણતરીના કલાકોમાં જ દારૂબંધી (Prohibition of alcohol)ના કાયદાના લિરે-લિરા ઉડતા હોવાની ઘટના સામે આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના હાર્દ સમા અને સેન્ટર પોઇન્ટ કહેવાતા યાજ્ઞિક રોડ પર કોઈ અજાણ્યા શખ્સની દારૂ ભરેલી બેગ પડી ગઈ હતી. આ દરમિયાન બેગમાં દારૂ હોવાની જાણ સ્થાનિકોને થતા ગણતરીની સેકન્ડમાં ટોળું એકત્ર થઈ ગયું હતું અને દારૂની બોટલો લેવા માટે પડાપડી થઈ હતી. જોકે એ સમયે પોલીસના આગમનનો અણસાર આવી જ હતા તુરંત ટોળું બેગની આસપાસથી ખસી ગયું હતું. તેમજ ઘણા લોકો તો હાથમાં આવી તેટલી દારુ લઈને ઘટના સ્થળેથી નાસી ગયા હતા. આ ઘટનાનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે.

કાયદાનો સરેઆમ ભંગ:
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ અવાર નવાર આવી ઘટનાઓ સામે આવતી જ રહે છે. ત્યારે રાજકોટમાં ફરી દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ થયો છે. ઉલ્લેખનીય છે કે યાજ્ઞિક રોડ પર સિટી બસનું બસ સ્ટોપ આવેલું છે. ત્યાંથી રાજકોટીયન્સ મોટી સંખ્યામાં સિટી બસમાં પરિવહન કરે છે. ખાસ તો વિદ્યાર્થીઓને તેમની શાળા કોલેજે જવા માટે યાજ્ઞિક રોડ પરથી જ સિટી બસ મળી રહે છે.

ત્યારે આવા વિસ્તારમાં ચૂંટણીના બીજા જ દિવસે દારૂ ભરેલી બેગ મળતા પોલીસ તંત્ર પર લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે, હજુ સુધી આ મામલે પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

ખુદ પોલીસ દારૂ-બિયર વેચવા આપે છે:
આ સિવાય 8 મહિના પહેલા પણ બુટલેગરનો એક વિડીયો સામે આવ્યો હતો. જેમાં ખુદ પોલીસ દારૂ-બિયર વેચવા આપી જતી હોવાનું સામે આવ્યું હતું.

આ ઉપરાંત એ જ સમયે બે વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જેમાં એક યુવાન જામનગર રોડ નજીક એક ખુલ્લા મેદાનમાં ઉભો હતો અને એક્ટિવાની ડેકીમાં દેશી દારૂની કોથળીઓ ભરેલી નજરે પડતી હતી. પોલીસના ડર વગર યુવાન બિન્દાસ રીતે ડેકી ખુલ્લી રાખી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *