સુરત(Surat): જિલ્લાના ઓલપાડ(Olpad) તાલુકાના સાંધેરિયા ગામમાં સ્થિત સરકારી શાળાના રૂમ તોડી પાડીને ત્યાં પંચાયત માટે ઓફિસ બનાવવા સામે થયેલી જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટે(Gujarat High Court) રાજ્ય સરકારને ઝાટકતા કહ્યું છે કે, જો આ અંગે યોગ્ય નિર્ણય લેશો નહીં તો આ બાંધકામ સામે સ્ટે આપીશું.
હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો છે કે, પંચાયતની ઓફિસ બનાવવા માટે શાળાની મિલકતનો ઉપયોગ કેવી રીતે કર્યો – શાળાના રુમનો ઉપયોગ થતો નથી એટલે શું તેને તોડી પાડશો? ભવિષ્યમાં એવું બને કે હોસ્પિટલમાં દર્દીઓ નથી, તો શું હોસ્પિટલને તોડી પાડશો. સરકારને ટકોર કરી છે કે, શાળાના મુદ્દે તો રાજ્ય સરકારે મોનિટરિંગ કરવું જોઈએ. આ વિસ્તારમાં અનુસુચિત જનજાતિના બાળકો માટેની આ એક માત્ર શાળા છે. જ્યાં શાળાને તોડી પાડી છે, ત્યાં ઉત્તમ સુવિધાવાળી શાળા બનાવો અને પંચાયતની ઓફિસ અન્ય સ્થળે ખસેડો. શાળાના ભોગે આ પ્રકારનું બાંધકામ થઈ શકે નહિ.
ભણવા માટે એક વિદ્યાર્થી આવતા હોય તો પણ શાળા ચલાવવાની રહેશે. શાળાના મકાનનો ઉપયોગ પંચાયત ભવન માટે કરી ન રોકાણ હાઈકોર્ટ દ્વારા અરજદારને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે આ કેસમાં સુરત જિલ્લા પંચાયતને પક્ષકાર બનાવો.
અરજદારના વકીલ ભાવિક આર. સમાની રજૂઆત હતી કે આ શાળા વર્ષ ૧૯૩૭થી કાર્યરત છે. શાળા બે ભાગમાં વહેંચાયેલી છે. જેમાં, એક બાજુ સુમ અને બીજુ બાજુ સાત રૂમ છે, વર્ષ ૨૦૨૦માં સુરત જિલ્લા પંચાયતે પ્રસ્તાવ મુકેલો આ શાળાના બે રુમ તોડીને ત્યાં પંચાયતની ઓફિસ બનાવવી. જો કે, આ પ્રસ્તાવ ફગાવાયેલો અને કારણ કે, અપાયેલું કે ભવિષ્યમાં વધુ વિદ્યાર્થીઓ આ શાળામાં આવી શકે છે. જેથી રૂમની જરુર પડશે. આ પછી, વર્ષ ૨૦૨૧માં ફરીથી આવો પ્રસ્તાવ મુકાયેલો અને તેને મંજૂર કરાયેલો.
પંચાયતના આ નિર્ણયના લીધે, વિદ્યાર્થીનો માટે શાળાના રૂમ ઘટ્યા છે અને હાલ પંચાપતની ઓફિસ માટેનું બાંધકામ ચાલુ છે. જેના પર રોક લગાવો. બીજી તરફ, સરકારની રજૂઆત હતી કે પાંચ જુલાઈ ૨૦૧૧ના રોજ સુરત જિલ્લા પંચાયતે આ ઠરાવ પસાર કરેલો અને પછી શાળાના આ આ મકાન તોડવા છે. આ રૂમનો ઉપયોગ ન હોવાથી તેને તોડી પાડ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.