આમિર ખાન અને બોલીવૂડ સિનેમાના કિંગ શાહરૂખને પૂજા અર્ચના કરવા પર ભડક્યા ભાજપના મંત્રી… આવું શા માટે થયું ચાલો જાણીએ. આમિરની તસ્વીરો સામે આવી જેમાં તેનો ઓફિસમાં કળશ પૂજા કરતા જોવા મળ્યા હતા. અને થોડા દિવસ પહેલા કટરામાં વૈષ્ણો દેવી માતાના દરબાર દર્શન માટે શાહરૂખ ખાન પહોચ્યા હતા. આ બને અભિનેતાની પૂજા-અર્ચના બાબતે મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાનુ નિવેદન સામે આવ્યું. આ નિવેદન માં તેમને કહ્યું બધાને પોતાની આસ્થા મુજબ પૂજાનો અધિકાર છે, પરંતુ કોઈની લાગણીને દુભાવી ના જોઈએ.
મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ જણાવ્યું કે, શાહરૂખ વૈષ્ણો દેવી ગયા અને આમિર પૂજા કરતા દેખાયા હતા, તે વાત પર મંત્રી બોલ્યા કે સમાજ હવે જાગૃત થયો છે. હવે આ વાત બધાને સમજમાં આવી ગઇ તો સારું છે. પોતાની આસ્થા મુજબ બધાને પૂજા કરવાનો અધિકાર છે. વાત માત્ર એટલી જ છે. જેમની અસ્થા તેમાં હોઈ તે પૂજા કરે પરંતુ કોઈની લાગણી ના દુભાવે.
सभी को अपनी-अपनी आस्था के अनुसार पूजा-अर्चना करने का अधिकार है, लेकिन किसी की भावना को आहत नहीं करें। pic.twitter.com/DCl3Q6joJy
— Dr Narottam Mishra (@drnarottammisra) December 13, 2022
થોડા દિવસો પહેલા જે વીડિયો અને તસ્વીરો સામે આવી તેમા શાહરૂખ ખાન વૈષ્ણો દેવી મંદિરમાં જોવા મળ્યા હતા. રિપોર્ટસ અનુસાર શાહરૂખ ખાન પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ની સફળતાની દુઆ માંગવા વૈષ્ણો દેવી પહોંચ્યા હતા, અને બીજી તરફ આમિર ખાન ઓફિસમાં પૂજા કર્યા જોવા મળ્યા અને માથા પર ચાંલ્લો કર્યો હતો. આ બંને સેલિબ્રિટીઓની તસ્વીરોને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.