ટેલિકોમ જગતમાં આ વર્ષે એક નવા યુગની શરૂઆત થઈ છે. ભારતમાં 5G નેટવર્ક લોન્ચ કરવામાં આવ્યું છે. લાંબી રાહ જોયા બાદ આખરે વર્ષ 2022માં ટેલિકોમ સેક્ટરમાં 5G યુગ આવી ગયો છે. વર્ષ 2022 પસાર થવાનું છે અને આ વર્ષ પસાર થવા સાથે આપણે ટેલિકોમ સેક્ટરમાં કરેલી સિદ્ધિઓની પણ ચર્ચા કરવી જોઈએ. તો ચાલો જાણીએ…
ભલે તમને અત્યારે 5G નેટવર્ક ન મળી રહ્યું હોય, પરંતુ સત્તાવાર રીતે જ્યારે પણ તે શરૂ થશે ત્યારે વર્ષ 2022નું નામ આપવામાં આવશે. 1 ઓક્ટોબર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IMCમાં 5G નેટવર્કની શરૂઆત કરી છે. હાલમાં, 5G સુવિધા માત્ર પસંદગીના શહેરોમાં જ ઉપલબ્ધ છે.
દેશની બે સૌથી મોટી ટેલિકોમ કંપનીઓ Jio અને Airtel એ તેમની 5G સર્વિસ લોન્ચ કરી છે. 5Gને સમગ્ર દેશમાં પહોંચતા માર્ચ 2024 સુધીનો સમય લાગશે. Jioએ શરૂઆતમાં તેની 5G સેવા 4 શહેરોમાં શરૂ કરી હતી, જ્યારે એરટેલે તેની 5G સેવા 8 શહેરોમાં શરૂ કરી છે. તેનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે.
શું ભારતમાં 5G સેવા સૌથી સસ્તી હશે?
ભારતમાં ભલે 5G સેવા શરૂ થઈ ગઈ હોય, પરંતુ કંપનીઓએ હજુ સુધી રિચાર્જ પ્લાનની જાહેરાત કરી નથી. એવી અપેક્ષા છે કે 5G માટે કોઈ અલગ રિચાર્જ પ્લાન હશે નહીં. તેના બદલે, ટેલિકોમ કંપનીઓ એક સાથે તેમના સમગ્ર પોર્ટફોલિયોને નવા સ્વરૂપમાં લોન્ચ કરી શકે છે. તે જ સમયે, Jio 5G લૉન્ચ સમયે, મુકેશ અંબાણીએ સેવાની કિંમતોને લઈને એક સંકેત પણ આપ્યો હતો.
5G લૉન્ચની ચર્ચા કરતાં તેમણે કહ્યું કે, ‘ભારતમાં 5G થોડુ મોડું શરૂ થયું હશે, પરંતુ અમે વિશ્વ કરતાં ઉચ્ચ ગુણવત્તાવાળી અને વધુ સસ્તું 5G સેવાઓ શરૂ કરીશું.’ અહીં મુકેશ અંબાણીએ 5G રિચાર્જ પ્લાનની કિંમતો તો નથી જણાવી, પરંતુ એવો સંકેત આપ્યો છે કે Jioની સર્વિસ અન્ય કંપનીઓ કરતા સસ્તી હશે.
10 ગણી વધુ સ્પીડ મળશે:
સાથે જ યુઝર્સને 4G કરતાં 5G નેટવર્ક પર વધુ સ્પીડ મળશે. જ્યાં યુઝર્સને 4G નેટવર્ક પર 100Mbps સુધીની સ્પીડ મળે છે. જ્યારે 5G નેટવર્ક પર આ સ્પીડ 1Gbps સુધી છે. નવી પેઢીના નેટવર્ક પર માત્ર હાઇ સ્પીડ પર જ ડેટા ઉપલબ્ધ રહેશે નહીં. તેના બદલે યુઝર્સને વધુ સારા કોલ અને કનેક્ટિવિટી પણ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.