દીકરીની ફી કેમ ભરી શકીશ! તેની ચિંતામાં લાચાર પિતાએ જંતુનાશક દવા ગટગટાવી કરી લીધો આપઘાત

ગુજરાત(Gujarat): રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે અને ફી માં પણ ખુબ જ વધારો થઇ રહ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે, મુદ્દો ચૂંટણી પ્રચારમાં ગાજ્યો હતો. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ આ મુદ્દે ખુબ જ આક્રમક બન્યા હતા અને મફત શિક્ષણની જાહેરાતો કરવામાં આવી હતી. સાથે જ ગુજરાતની શિક્ષણ નીતિ(Gujarat Education Policy) પર પણ અનેક પ્રકારના સવાલો પણ ઉઠાવ્યા હતા. ત્યારે મોટા પ્રમાણમાં શિક્ષણ ફીની વસૂલવાની પ્રથાની વરવી વાસ્તવિકતા સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જો વાત કરવામાં આવે તો તાપી(Tapi)માં દીકરીના અભ્યાસ માટે ફીની ચિંતામાં એક લાચાર પિતાએ જીવનનું અંતિમ પગલું પસંદ કર્યું છે. દીકરીના પિતાએ જંતુનાશક દવા પીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક બકુલભાઈની દીકરી કોલેજમાં અભ્યાસ કરી રહી છે.

મહત્વનું છે કે, ગુજરાતમાં એક તરફ કન્યા કેળવણીની વાતો થાય છે, તો બીજી બાજુ, તાપીમાં દીકરીના અભ્યાસની ફીની ચિંતામાં પિતાએ આપઘાત કરી લીધો છે. વાલોડના ગોડધા ગામમાં આ કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. ગોડધાના વતની 46 વર્ષીય બકુલભાઈ મગનભાઈ પટેલે દીકરીના ભણતરની ફીની ચિંતામાં જંતુનાશક દવા ગટગટાવી જીવન ટૂંકાવી લીધું છે. ગોડધા ગામે સ્મશાનથી નદી બાજુ જતા કાચા રસ્તા નજીકથી બકુલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે વાલોડ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર,બકુલભાઈ પટેલની દીકરી કોલેજમાં અભ્યાસ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બકુલભાઈ પટેલનો એક પુત્ર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે, જ્યારે તેમની પુત્રી બેચરલ ઓફ આર્કિટેકમાં માલિબા કોલેજ ખાતે અભ્યાસ કરી રહીછે. તેમનો પરિવાર ગોડધાથી બારડોલી ખાતે બાબેનમાં અવધ લાઇફ સ્ટાઇલમાં વસવાટ કરે છે. મળતી માહિતી અનુસાર, દીકરીની કોલેજ ચાલુ હતી, અને તેની ફી ભરવાની અંતિમ તારીખ હતી. પરિસ્થિતિ સારી ન હોવાને કારણે પિતા ફી ન ભરી શકે તેવી સ્થિતિમાં હતા, અને આ બાબતે સતત માનસિક તણાવમાં રહેતા હતા. તેથી આ ચિંતામાં તેઓએ આપઘાતનું પગલુ ભર્યું હતું. જેને કારણે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે.

જણાવી દઈએ કે, ગુજરાતનો આ કિસ્સો આંખ ખોલતો છે. ગુજરાતમાં સારું અને સસ્તુ શિક્ષણના સરકારના દાવા પોકળ સાબિત થઇ રહ્યા છે. આ ઘટનાથી સરકારની કન્યા કેળવણી યોજના પર  અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *