દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓમાં વધારો થતો જોવા મળે છે, આજ-કાલના યુવાનો અને યુવતીઓ સાવ નાની બાબતમાં આપઘાત જેવું મોટું પગલું ભરી લે છે, અત્યારના યુવાનો-યુવતીઓમાં સહનશક્તિ ઓછી થઈ ગઈ છે, જીવનમાં થોડું દુઃખ આવે એટલે તરત જ હાર માની લેતા જોવા મળે છે. બાળકોને નાની-નાની વાતનું ખોટું પણ જલ્દી લાગી જાય છે અને આવેશમાં આવીને ખોટું પગલું ભરી લેતા હોય છે. આજે આપણે એક એવી જ ઘટના વિષે ચર્ચા કરીશું.
આ ઘટના દિલ્લીથી સામે આવી છે. ધાનેરાની દીકરી જે દિલ્હીમાં MBAમાં અભ્યાસ કરી રહી હતી. તેને અચાનક ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. આ બનાવથી ચારેય બાજુ માતમ છવાઈ ગયો છે. આ દીકરીનું નામ ટ્વિન્કલ બધેલ છે તેમનો પરિવાર ધાનેરામાં રહે છે. ટ્વિન્કલ ધાનેરામાં આવેલા શિવ રેસ્ટોરન્ટના માલિક કૈલાસ ગોપાલ બધેલની દીકરી હતી. ટ્વિંકલે 12 સુધીનો અભ્યાસ ધાનેરાની રોયલ સાયન્સ સ્કૂલમાં કર્યો હતો. પછી તે MBAનો અભ્યાસ કરવા પોતાની બે બહેનપણીઓ સાથે દિલ્હી ગઈ હતી.
દિલ્હીમાં ટ્વિન્કલને યુવાન મિત્રો સાથે ઝઘડો થઈ ગયો હતો અને તેથી ટ્વિન્કલએ ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવનને ટૂંકાવ્યું. દીકરીના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારના લોકો દોડતા થઈ ગયા હતા. ત્યાર બાદ ટ્વિંકલને ઇજાગ્રસ્ત હાલતમાં દિલ્હીમાં સ્થિત સાંકેત વિસ્તારની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન ટ્વિંકલનું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર ટ્વિંકલને તેના એક ક્લાસમેટ સાથે કેટલા સમયથી સમસ્યાઓ ચાલતી હતી. સમગ્ર મામલે દક્ષિણ દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ચંદન ચૌધરીએ કહ્યુકે, મંગળવારના રોજ લગભગ સાંજે 7:00 વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનમાં પીસીઆર કોલ આવ્યો કે, એક યુવતીએ ફ્રીડમ ફ્લાઇટ એન્કલેવ વિસ્તારમાં એક બિલ્ડીંગના ત્રીજા માળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ત્યાર બાદ પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી. ટ્વિન્કલએ કયા કારણસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. અત્યારે એવું કહેવાય છે કે, ક્લાસમેટ સાથે ઝઘડો થયા બાદ આ પગલું ભર્યું હતું. આ સમગ્ર ઘટનાની પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.