દેવદૂત બનીને આવ્યો CISF જવાન: એરપોર્ટ પર પેસેન્જરને હાર્ટએટેક આવતા મોતના મુખમાંથી ઉગારી લીધા

સોશ્યલ મીડયા પર અવાર નવાર વીડિયો વાયરલ થતા હોય છે ત્યારે આજે એક એવોજ વિડિયો સામે આવ્યો છે.નવું વર્ષ આવી રહ્યું છે ત્યારે એરપોર્ટ પર ખુબજ ભીડભાડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટથી મુંબઈ જતા મુસાફરને હાર્ટ એટેક આવ્યો.

મુસાફરને અચાનક છાતીમાં દુઃખાવો અને ગભરામણથી એરપોર્ટના પરિસરમાં જ બેભાન થઈને ઢળી પડ્યો. ત્યાં મોજુદ સુરક્ષામાં હાજર CISFના જવાને સમય સુચકતા વાપરીને CRP આપીને પેસેન્જનો જીવ બચાવ્યો. ત્યાર બાદ પેસેન્જરને સમયસર સારવાર મળતા તેનો જીવ બચી ગયો હતો, ત્યાર બાદ પેસેન્જરે CISFના જવાનનો આભાર માન્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વીડિયોમાં જોઈ શકાય છે કે મુંબઈ જતા એક પેસેન્જરને એરપોર્ટની લોબી પર જ ઢળેલા પડ્યા હતા. ત્યારે એક જવાન તેમને CPR આપી રહ્યા છે અને અન્ય જવાનો તેમના હાથને ઘસી રહ્યા છે. જવાને થોડો સમય પેસેન્જરને CPR આપ્યું અને પછી પેસેન્જર ભાનમાં આવે છે અને ભાનમાં આવીને બોલે પણ છે. CISFના આ જવાનોની સરાહનીય કામગીરીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આજકાલના લોકોમાં ફાસ્ટ ફૂડના ક્રેઝમાં ખુબજ વધારો થય રહ્યો છે. અને તેથીજ નાની ઉંમરમાં લોકોના હાર્ટ એેટેક આવવાના બનાવો વધી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર એક વર્ષમાં 2 કરોડ જેટલા લોકોના મોત હાર્ટ એટેકથી થાય છે. દર્દીને જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે CPR ટેકનિકથી તેનો જીવ બચાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *