કેમ દરિયામાં સમાઈ ગઈ સોનાની કૃષ્ણનગરી દ્વારકા..? કથાઓમાં થયો છે બે શ્રાપનો ઉલ્લેખ, 6 વખત ડૂબ્યું છે આ શહેર 

why was dwarka absorbed in sea mentioning: ચક્રવતી તોફાન બિપોરજોયએ વાવાઝોડાએ(Biporjoy Cyclone) ગુજરાતમાં(Gujarat) ઘણી તરાજી સરજી છે અને હજુ પણ તેની અસર વર્તાઈ રહી છે. પરંતુ તેની સૌથી વધુ અસર દ્વારકા(why was dwarka absorbed in sea mentioning) અને કચ્છમાં જોવા મળી રહે છે.

જો ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો આ ચક્રાવત ખતરો શ્રીકૃષ્ણની નગરી દ્વારકામાં જોવા મળ્યો હતો.પણ વાવાઝોડાના કારણે વધુ નુકસાન થયું નથી પણ શું તમે જાણો છો કે, હજારો વર્ષ પહેલા દ્વારકા અરબી સમુદ્રમાં ડૂબી ગઈ હતી?

થોડા વર્ષો પહેલા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશનોગ્રાફીને દરિયામાંથી પ્રાચીન દ્વારકાના અવશેષો મળ્યા હતા. પ્રાચીન કાળમાં અનેક દરવાજાની નગરી હોવાને કારણે તેમનું નામ દ્વારકા પાડવામાં આવ્યું હતું. જેના કારણે આજે પણ આ શહેરમાં દ્વારકા અને દ્વારકા શ્રીકૃષ્ણની નગરી કહેવાય છે. રિપોર્ટ અનુસાર સમુદ્રની અંદર એક શોધ કરવામાં આવી હતી જેમાં 3000 વર્ષ જૂના વાસણો પણ મળી આવ્યા હતા. આ પછી જ્યારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા એ તેની શોધ કરી તો સિક્કાઓ સાથે ગ્રેનાઇટની રચનાઓ પણ મળી આવી છે.

એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણ તેમના 18 સાથીઓ સાથે દ્વારકા આવ્યા અને ત્યાં 36 વર્ષ શાસન કર્યું હતું. ત્યારબાદ તેમને પોતાનો પુરાણ ત્યાગ કર્યો હતો. કહેવાય છે કે શ્રીકૃષ્ણ ગયા તરત જ દ્વારકા સમુદ્રમાં સમાઈ ગયું અને આ રીતે યાદવ કુળનો નાશ થયો હતો. આ સાથે એવું માનવામાં આવે છે કે આ શહેર અરબી સમુદ્રમાં છ વખત ડૂબી ગયું છે અને દ્વારકા સાતમું શહેર છે.જે જૂના દ્વારકાની નજીક ફરીથી બનાવવામાં આવ્યું છે.

દ્વારકા દરિયામાં ડૂબી પછી આ બે શ્રાપની થાય છે ચર્ચા
પહેલો શ્રાપ એ છે કે મહાભારતના યુદ્ધ પછી કૌરવોની માતા ગાંધારીએ મહાભારતના યુદ્ધ માટે શ્રીકૃષ્ણને દોષિત ઠેરવાયા હતા, તેમને શ્રીકૃષ્ણ શ્રાપ આપ્યો હતો કે જેમ કૌરવ વંશનો અંત આવ્યો હતો તેમ એક દિવસ સમગ્ર યદુવંશનો પણ નાશ થશે.

બીજા શ્રાપ ની માન્યતા એવી છે કે માતા ગાંધારીએ સિવાય બીજો સાપ ઋષિઓ દ્વારા શ્રીકૃષ્ણના પુત્ર સાંબાને આપવામાં આવ્યો હતો. મહર્ષિ વિશ્વામિત્ર, કન્વર, વરસી,નારદ વગેરે આવ્યા હતા. અહીં યાદવ કુળના કેટલાક યુવાનો ઋષિઓ સાથે મજાક કરી, જેમાં તેઓએ શ્રીકૃષ્ણના પુત્ર સાંબાને સ્ત્રીના રૂપમાં લઈને ઋષિઓ પાસે ગયા અને કહ્યું કે આ સ્ત્રી ગર્ભવતી છે. તેના ગર્ભમાંથી શું જન્મ છે? જ્યારે ઋષિઓને આ મજાકની જાણ થતા તેઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા અને તેઓએ ફરીથી શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે આ પુત્રના ગર્ભમાંથી એક મૂર્ખ ઉત્પન્ન થશે જેના કારણે તમારા જેવા યદુવંશના લોકોનો  કુળનો નાશ કરશે.

હાલ આવેલી છે બે દ્વારકા
વર્તમાન દ્વારકા શહેરની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી. દ્વારકાધીશ મંદિર નું સ્વરૂપ 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. અહીં પહેલા ઘણા મંદિરો હતા, પરંતુ તે મંદિરો મુઘલો દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. હવે બે દ્વારકા છે. પ્રથમ ગોમતી દ્વારકા અને બીજું બેટ દ્વારકા. ગોમતી દ્વારકા એક ધામ છે અને બેટ દ્વારકા એ રમણીય સ્થળ છે. બેટ દ્વારકા જવા માટે દરિયા માર્ગ નો ઉપયોગ કરવો પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *