એક હચમચાવી દેતો કિસ્સો સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બડોદરા ગામ માંથી સામે આવ્યો છે. બડોદરા ગામની એક બાળકી એક મહિનાથી પેટમાં દુઃખાવાની અને ઉલ્ટીની ફરિયાદ કરતી હતી. તેથી બાળકીને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ત્યાં તપાસ દરમ્યાન પેટમાં ગાંઠ હોવાનું બહાર આવ્યું.
ત્યાર બાદ હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું અને તે દરમિયાન કિશોરીના પેટમાંથી વાળની 25.10 CM અને 1 કિલો 200 ગ્રામની ગાંઠ નીકળી હતી. આ ઓપરેશન છ તબીબો દ્વારા બે કલાક સુધી કરવામાં આવ્યું હતું. આ ઑપરેશન સફળ રહ્યું હતું.
આ બાળકીનું નામ જ્યોત્સ્નાબેન ઝાલા છે તેની ઉંમર 16 વર્ષ છે. તબીબ ડૉ. વિપુલ જાનીએ વાત કરતા તેમને જણાવ્યું કે, જ્યોત્સ્નાને એક મહિનાથી સતત પેટમાં દુઃખાવો અને વારંવાર ઊલટી થતી હતી. અને વળી બે દિવસથી કબજિયાત હતો. પછી તપાસ માટે જ્યોત્સ્નાને સિવિલ હોસ્પિટલમાં લાવમાં આવી ત્યાં તેની સોનોગ્રાફી કરવામાં આવી અને સોનોગ્રાફી કરવામાં તેના આંતરડામાં ટ્રાયકોબિઝોઆર (વાળની ગાંઠ) જોવા મળ્યા.
ત્યાર બાદ બાળકીને દાખલ કરવામાં આવી અને આ ઓપરેશન ડૉ. પ્રણવ પટેલ, ડૉ. પલ્લવ પટેલ, ડૉ. ચેતન પંચાલ, ડૉ. શુભમ કોટવાલ, ડૉ. નીતિન ડાખરા, ડૉ. સુમિત શર્મા તબીબો દ્વારા કરવા આવ્યું. ઓપરેશન બે કલાક ચાલ્યું હતું. જ્યોત્સ્ના પેટમાંથી 25.10 CM અને 1.2 KGના વજન વાળી વાળની ગાંઠ નીકળી હતી.
સિવિલ હોસ્પિટલના તબીબો સાથે વાત કરતા તેમને જણાવ્યું કે, “જ્યોત્સ્નાને એક કુટેવ હતી, માનસિક રોગના લીધે જ્યોત્સ્નાને નાનપણથી જ વાળ ખાવાની ટેવ હતી.” અને તેથી પેટમાં વાળની ગાંઠ થઇ હતી. ઑપરેશન થયા બાદ બાળકીને સાત દિવસ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.