અત્યારના વિદ્યાર્થીઓ જીવનમાં આવતી મુશ્કેલીઓ સામે તરત જ હાર માની લેતા જોવા મળે છે. વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ સામે લડવા કરતા જીવન તુકાવું વધુ સરળ લાગે છે. ફરી એક વિદ્યાર્થીના આપઘાતનો મામલો રાજસ્થાનના કોટા માંથી સામે આવ્યો છે. NEET ની ત્યારી કરતો વિદ્યાર્થી હોસ્ટેલના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. આ વર્ષે અત્યાર સુધી 15 વિદ્યાર્થીઓએ આપઘાતનું પગલું ભર્યું છે. 10 દિવસમાં આ ચોથો આપઘાતનો કેસ સામે આવ્યો છે.
વિદ્યાર્થીનું નામ અનિકેત કુમાર છે. તેની ઉમર 17 વર્ષ છે. અનિકેત ઉત્તર પ્રદેશના બરેલીનો રહેવાસી છે.એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન વિસ્તારના તલવંડી વિસ્તારમાં બની હતી. પોલીસે પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે છેલ્લા ત્રણ વર્ષથી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડર ગ્રેજ્યુએટ (NEET-UG) પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
અંકિતના મિત્ર અજયે જણાવ્યું કે, બંને રોજ લગભગ એક કલાક એકબીજા સાથે વાત કરતા હતા. ગઈકાલે રાત્રે 12 વાગ્યે બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. આ દરમિયાન તેની માતા પણ કોન્ફરન્સ કોલ પર હતી ત્યાં સુધી બધું સામાન્ય હતું. તે નિયમિતપણે કોચિંગમાં જતો હતો, પરંતુ શુક્રવારે તે ગેરહાજર હતો અને કોલનો જવાબ પણ આપતો ન હતો.
ત્યાર બાદ અનિકેતના ભાઈએ તેને ફોન કર્યો પણ તેને ફોનના ઉપાડયો અને ત્યારે તેના ભાઈએ હોસ્ટેલ વોર્ડનને રૂમમાં જવાનું કહ્યું. ત્યાર બાદ વોર્ડન અનિકેતના રૂમનો દરવાજો ખખડાવ્યો પણ કોઈ જવાબ ન મળ્યો. વોર્ડને જયારે અનિકેતને રૂમમાં લટકતો જોયો અને ત્યારે વોર્ડને અનિકેતના ભાઈ અને પોલીસને જાણ કરી.
કોટામાં છેલ્લા 12 દિવસમાં આપઘાતનો આ ચોથો મામલો છે. આ પહેલા 12 ડિસેમ્બરે ત્રણ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો હતો. આમાંથી બે વિદ્યાર્થીઓ બિહારના અને એક મધ્યપ્રદેશના હતા. તેની પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તે પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે લાંબા સમય સુધી તેના કોચિંગ ક્લાસમાં ગેરહાજર રહેતો હતો. સંભવતઃ તણાવને કારણે તેણે આ પગલું ભર્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.