જોરદાર પ્લાનિંગ અને ફિલ્મીઢબે ચોરી- Surat થી ચોરી થયેલી લાખોની રોકડ 1305 કિમી દૂર ખેતરમાં મળી- જાણો સમગ્ર મામલો

Surat, Gujarat: દિવસે ને દિવસે સુરતમાં ચોરીઓની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આજે ફરી એક ચોરીનો કિસ્સો સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં સામે આવ્યો છે. આ ચોરીએ પોલીસને ધંધે લગાવી દીધા હતા. જયારે 10 દિવસ બાદ પોલીસ આરોપીઓ સુધી પહોંચી ત્યારે પોલીસ ચોંકી ગઈ હતી. Surat થી 1305 કિમી દૂર ખેતરમાં જમીનમાં 50 લાખ રૂપિયા દાટેલા મળ્યા હતા. તેની સાથે સાથે લાખોની કિંમતના ખરીદેલા iPhone અને અન્ય ફોન પણ મળી આવ્યા હતા.

જે કારીગરે ટીપ આપીને ચોરી કરાવી હતી તે હજુ પણ પકડાયો નથી. એકતા એન્ટરપ્રાઈઝના તાળા તોડીને ચોર ઘૂસ્યા હતા. આ દુકાન આકાશ જયપ્રકાશ ખેરાજાની હતી. આ દુકાન સુરતના રીંગરોડ સ્થિત મહાલક્ષ્મી માર્કેટમાં આવેલી છે. આ ચોરી 14 ડિસેમ્બરે રાત્રે રૂ.5.36 લાખ સાથેની ડિજિટલ તિજોરી કાઢીને અને ઓફિસમાં મુકેલા ટેબલના ડ્રોઅર તોડી તેમાંથી પણ રોકડ રકમની ચોરી કરી ફરાર થતા પોલીસ દોડતી થઈ હતી. કુલ રૂ.70 લાખથી વધુની ચોરી થઈ હતી.

રિંગરોડ પર આવેલી મહાલક્ષ્મી માર્કેટમાં કાપડના વેપારીની દુકાનમાં 5.36 લાખની રોકડ સાથે બેટરીવાળું ગ્રાઇન્ડર લઈને આવી ડિજિટલ લોકર ચોરી કરવામાં આવી હતી. બીજા દિવસે 70 લાખની રોકડ ચોરીનો ઉલ્લેખ કરાવ્યો હતો. આ વાતની જાણ પોલીસને થતા તાત્કાલિક વેપારી નિવેદન લઈને તરતજ તપાસ હાથ ધરી હતી. અને તપાસ દરમ્યાન પોલીસ યુપી પહોંચી ગઈ હતી. ત્યાંથી તેમને આરોપી સગીર વિષે જાણ થઈ. અને ત્યાર બાદ એક સગીર સહિત 4ને પકડ્યા હતા.

ચોરીની ટીપ આપનાર વ્યક્તિ વેપારીની દુકાનમાં છેલ્લા 5 વર્ષથી કામ કરી રહ્યો હતો અને તે ખુબજ વિશ્વાસું હતો. આરોપીએ ચોરી કરવા માટે યુપીથી અંકુર દુબે અને અફસરઅલી શેખને ચોરી કરવા માટે બોલાવ્યા અને ભાડેથી રાખ્યા હતા. એક ચોર સુરતમાં જ રહેતો હતો તેનું નામ સોનુ વર્મા હતું તેની ઉંમર 17 વર્ષ હતી. મહિના પહેલા 4 ચોરો સાથે સુરજે ચોરીનો પ્લાન બનાવ્યો હતો. રેકી કર્યા બાદ બીજા જ દિવસે સુરજ મિશ્રાએ વેપારીને અરજન્ટ કામ હોવાનું કહી વતન ચાલી ગયો હતો.

સુરત પોતાના વતન ગયો ત્યાર બાદ 3 દિવસ બાદ 4 ચોરો ડિંડોલીથી બાઇક પર દુકાનમાંથી ડિજિટલ લોકર સાથે રોકડ અને અન્ય બે કબાટોમાંથી રોકડની ચોરી કરી હતી.  આ ઘટનામાં સૂરજ મિશ્રાનું નામ ન આવે તેથી તેને તમામને અવારનવાર દુકાને લાવી રેકી કરાવી હતી. ત્રણ સાગરીતોએ ઈલેક્ટ્રીક ગ્રેન્ડર મશીન લાવી શટર કાપ્યું અને અંદર પ્રવેશી લોકર અને બે ડ્રોઅર કાપી ચોરી કરી હતી.

70 લાખની રોકડ ચોરી કરીને ચારેય કડોદરા હાઇવે પર બાઇક બિનવારસી મુકી પાછા રિક્ષામાં સુરત રેલવે સ્ટેશને આવ્યા હતા. અને ત્યાર બાદ શનથી લખનઉ ટ્રેનમાં બેસી ચારેય વતન જવા માટે નીકળી ગયા હતા. જો પોલીસ તેમને પકડે તો રોકડા હાથમાં ન આવે તે માટે તેમને ખેતરોમાં રૂપિયા દાટી દીધા હતા.

ભાગબટાઈમાં 22 લાખ સુરજના અને 12-12 લાખ ચાર જણાના હાથમાં આવ્યા હતા. આ ચોરી રકમ માંથી તરુણે આઈફોન 13 પ્રો મેક્સ અને અફસર અલીએ વન પ્લસ મોબાઈલ ખરીદ્યો હતો. ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના સાંગીપુર ગામથી એક તરુણ સહિત ચારને પકડવામાં આવ્યા હતા. ત્યારે તેમની પાસે રૂ.50.07 લાખ રોકડા અને આઈફોન 13 પ્રો મેક્સ સહિત ચાર મોબાઈલ ફોન મળ્યા હતા. પોલીસને સૂરજ મિશ્રાને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *