ઓનલાઈન ખરીદેલી વસ્તુઓ વિશે શંકા-સંદેહ રહે છે. શું બોક્સની અંદરથી એ જ વસ્તુ નીકળશે, જે વસ્તુ આપણે મંગાવી છે? જો મંગાવેલી જ વસ્તુ મળે, તો તેની શું ગેરેંટી કે તે સારી જ હશે, અથવા તે ખામીયુક્ત હશે? આ બધી શંકાઓ વચ્ચે એક સમાચાર છે. બેંગ્લોરમાં ઓનલાઈન મંગાવેલું મિક્સર ગ્રાઇન્ડર ફાટી ગયું. કેટલાકને પેટમાં તો કેટલાકને છાતીના ભાગે ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનામાં કુલ ત્રણ લોકો ઘાયલ થયા હતા.
અહેવાલ મુજબ, એક વ્યક્તિએ મિક્સર ગ્રાઇન્ડરનો ઓનલાઈન ઓર્ડર આપ્યો હતો. કુરિયર દ્વારા ડિલિવરી કરવામાં આવી. ડિલિવરી પછી તેણે મિક્સર ગ્રાઇન્ડર ચેક કર્યું.. ને તરત ભાગદોડ મચી ગઈ. સ્વીચ ઓન કરતાની સાથે જ ગ્રાઇન્ડર જોરદાર અવાજ સાથે ફાટ્યું. બ્લાસ્ટને કારણે ત્રણ લોકો ઘાયલ થયા છે.
ઘટનાને કારણે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, બેંગલુરુના એસપી હરિરામ શંકરે જણાવ્યું કે, મિક્સર ગ્રાઇન્ડરમાં બ્લાસ્ટની ઘટના 26 ડિસેમ્બરે સાંજે 7.30 વાગ્યે બની હતી. શશી નામનો યુવક કુરિયર પહોંચાડવા પહોંચ્યો હતો. જે બાદ આ ઘટના બની હતી.
બ્લાસ્ટ પછી ટુકડાઓ શરીરમાં ઘુસ્યા
રિપોર્ટ અનુસાર બ્લાસ્ટને કારણે મિક્સરની પ્લાસ્ટિક બોડીના અનેક ટુકડા થઈ ગયા હતા. કુરિયરની ડિલિવરી કરવા આવેલા શશી ઉપરાંત બે લોકોના શરીરમાં આ ટુકડાઓ પ્રવેશ્યા હતા. એક વ્યક્તિને પેટમાં, એકને છાતીમાં અને એકને હાથમાં ઈજા થઈ છે.
એસપી હરિરામે વધુમાં જણાવ્યું કે ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઈજાગ્રસ્તો ખતરાની બહાર છે. અમે મિક્સરની તપાસ માટે ફોરેન્સિક ટીમને બોલાવી છે. કુરિયર ક્યાંથી આવ્યું તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. તમામ માહિતી મળતાં જ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.