કયાંક દર્દીઓ બેડ પર તરફડિયાં મારી રહ્યા છે તો ક્યાંક લાશોનો ઢગલો… ચીનમાં 90 દિવસમાં 90 કરોડ કેસની આશંકા

નવા વર્ષની ઉજવણી માટે લોકો ખુબજ ઉત્સાહી છે, ત્યારે બીજી તરફ ચીનમાં નવા વર્ષમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચીનમાં…

નવા વર્ષની ઉજવણી માટે લોકો ખુબજ ઉત્સાહી છે, ત્યારે બીજી તરફ ચીનમાં નવા વર્ષમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બમણી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ચીનમાં કોરોનાની પરિસ્થિતિ વધુ ને વધુ ખરાબ થય રહી છે. ચીનના અનેક શહેરોમાં કોરોના બેકાબૂ બની ગયો છે. 10 લાખ કોરોનાના કેસ શાંઘાઈ, બીજિંગ અને ઝેંજિયાંગ માંથી સામે આવ્યા છે.

ચીનમાં કોરોનાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે, હોસ્પિટલોમાં પગ મૂકવાની પણ જગિયા નથી અને રોડ પર દોરીઓ વડે બાંધીને બોટલો ચડવા આવી રહી છે અને મેડિકલ સ્ટોરમાં દવાઓનો પૂરતો સ્ટોક પણ નથી. અને બીજી તરફ ચીનની સરકાર આંકડાઓ છુપાવી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં ત્રણ દિવસ પહેલાં જણાવામાં આવ્યું હતું કે, આ અઠવાડીયામાં એક દિવસમાં કોરોનાના કેસ 3 કરોડને પાર થઈ જશે. ત્રણ મહિનામાં 90 કરોડ લોકો સંક્રમિત થાય છે. અંતિમસંસ્કાર માટે 20-20 દિવસનું વેઈટિંગ છે.

મળેલી માહિતી અનુસાર ચીનમાં મૃતકોના પરિવારજનોને અંતિમસંસ્કાર માટે ટોકન આપવામાં આવે છે. આ વધતા આકડો જોતા માં લાગી રહ્યું છે કે, જો આગામી દિવસોમાં કોરોનાનો વિસ્ફોટ થાય તો તેમાં કોઈ નવાઈ નથી. આ વાતની કબૂલાત ચીન પણ કરી છે. ચીની સરકારે ડિસેમ્બર મહીનાની શરૂઆતમાં ઝીરો-કોવિડ પોલિસી હટાવી દીધી હતી, અને તે કારણે સંક્રમણ વધ્યું છે અત્યારે એવો ખુલાસો કરવામાં આવી રહ્યો છે.

મોટા ભાગની ચીનની હોસ્પિટલોમાં મેડિકલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યો છે. અનેક હોસ્પિટલોમા તો કોરોના ના કારણે તબીબોના મોત થઈ રહ્યા છે. નર્સ અને હેલ્થ વર્કર્સ સંક્રમિત હોવા છતાં પણ દર્દીઓની સારવાર માટે ખડેપગે છે.

ચીનના યુવ્કૈનિંગ શહેરના એક મીટ કોલ્ડસ્ટોરેજમાં સૌથી વધુ 15 હજાર મૃતદેહો રાખવામાં આવ્યા છે. સરકારે મૃતદેહને રાખવા માટે કોલ્ડસ્ટોરેજની વ્યવસ્થા શરૂ કરાવી છે. મૃતદેહોને રાખવામાં માટે મોટા-મોટા કન્ટેનર મગાવવામાં આવી રહ્યા છે. દરરોજ કોરોનાના કહેરથી 8 હજાર લોકોનાં મૃત્યુ થાય છે. 21 ડિસેમ્બરે સૌથી વધુ 10 હજાર 700 લોકોનાં મૃત્યુ થાય હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *