હાલ ઘોર કળયુગમાં લોકો પોતાના માં-બાપ વિશે પણ વિચારતા નથી. મોટા ભાગના લોકો પોતાના વિશે જ વિચારતા હોય છે. આજે લોકો માત્ર પૈસા પાછળ જ ગાંડા થયા છે. પૈસા માટે તો ભાઈ-ભાઈની હત્યા કરે, બાપ-દીકરાની હત્યા કરે આવા અનેક કિસ્સાઓ સામે આવતા જ છે. આવી સ્થિતિમાં અત્યારે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે જાણીને તમને પણ નવાઈ લાગશે. તો ચાલો જાણીએ…
મળતી માહિતી અનુસાર, બાબા આમટે મહારાષ્ટના રહેવાસી છે. તેઓએ બીમાર લોકો માટે પોતાની ૨ કરોડ રૂપિયાની સંપત્તિ દાનમાં આપી દીધી છે. તેમનામાં બાળપણથી જ સેવા ભાવના હતી. તે બીજાનું દુઃખ નહતું જોઈ શકતા અને તે લોકોની મદદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા. જો તેમને કોઈ ગરીબ વ્યકતિ દેખાઈ જાય તો તેમની એટલી મદદ કરતા કે તે વ્યકતિ ખુશ થઇ જાય. આ રીતે તેઓ પહેલેથી જ સેવાભાવના ધરાવતા હતા.
જાણવા મળ્યું છે કે, તેમનો જન્મ ખુબજ સુખી સંપ્પન પરિવારમાં થયો હતો, તેમના ઘરમાં પૈસાની કોઈ જ કમી ન હતી. આ દરમિયાન એક વખત તેમને એક અંધ ભિખારીને જોયો ત્યારે તેમનું દીલ એટલું દુઃખી થઇ ગયું કે, તેમણે તે ભિખારીની જોલી પૈસાથી ભરી દીધી હતી. આ જ રીતે તે જેમ જેમ મોટા થયા તેમ તેમ તેમનામાં સેવા ભાવના વધતી ગઈ.
આ પછી તેમણે લોકોની સેવાને પોતાના જીવનનો મંત્ર જ બનાવી દીધો. બાબા આમટે એ એ સમયે એક કષ્ટ રોગી વ્યક્તિને જોયો એ સમયે વરસાદ વરસી રહ્યો હતો અને તે સમયે કોઈ તે યુવકની મદદ કરવા માટે તૈયાર નહતું ત્યારે બાબા આમટેએ નક્કી કર્યું કે તે કુષ્ટ રોગીઓ માટે અલગથી એક જગ્યા વસાવશે અને તેની માટે તેમને પોતાની ૨ કરોડ રૂપિયાની જમીન દાનમાં આપી દીધી હતી. લોકો આજે પણ તેમની સેવા ભાવનાને યાદ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.