એક ખુબ જ ચોકાવનારો કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલ માંથી સામે આવ્યો છે. ભોપાલમાં એક ટ્યુશન ટીચરની બર્બરતાનો મામલો સામે આવ્યો છે. ભોપાલમાં 5 વર્ષની પ્રિયાનો ટ્યૂશન ટીચરે હાથ તોડી નાખ્યો અને થપ્પડો પણ મારી હતી. માસૂમને હોસ્પિટલમાં દાખલ કરાવી પડી હતી. બાળકીનો વાંક એટલો જ હતો કે તેને પોપટનો સ્પેલિંગ ન બોલી શકી.
આ ઘટના ભોપાલમાં આવેલા હબીબગંજ વિસ્તાર માંથી સામે આવી છે. ત્યાં આવેલા પાવર હાઉસ પાસે ઈ-6 અરેરા કોલોનીમાં ભાનુપ્રતાપસિંહ પરિવાર સાથે રહે છે. ભાનુપ્રતાપસિંહ પ્રાઈવેટ જોબ કરે છે. ભાનુપ્રતાપસિંહની બહેનની પુત્રી પ્રિયા તેમની સાથે રહે છે. આવનારા સત્રમાં પ્રિયાનું સારી સ્કૂલમાં એડમિશન કરાવવાનું છે. અને તેથી બાળકીને ઘરની નજીક રહેતા ટીચર પ્રયાગ વિશ્વકર્મા પાસે ટ્યૂશનમાં મોકલતા હતા.
ટ્યૂશન ટીચરે 5 વર્ષની બાળકીનો હાથ મરોડ્યો હતો. રોજની જેમ 27 ડિસેમ્બરે પ્રિયા ટ્યુશનમાં ગઈ હતી. સાંજે 4.30 વાગ્યે ભાનુના ફોને માં તેની ની બહેન રાનુ કુશવાહનો ફોન આવ્યો. રાનુએ ફોને માં ક્લ્હ્યું કે, પ્રિયાને બેરહેમીથી માર માર્યો છે. હાથ અને મો પર ઈજા થઇ છે. અને તે સાંભળીને ભાનુ તરત જ ઘરે આવ્યો.
પ્રિયા પીડાથી કરગરી રહી હતી. અને ત્યારે તેને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા. ડોક્ટરે એક્સ-રે કરાવ્યો. જેમાં તેના ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. 5 વર્ષની બાળકીનો હાથ મરોડ્યો હતો. આટલું જ નહીં શિક્ષકે યુવતીને થપ્પડ પણ મારી હતી. બાળકીનો હાથ મરોડતા તેના હાથમાં ફ્રેક્ચર થયું હતું. હબીબગંજ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ હુમલા અને વિવિધ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. ધરપકડ બાદ આરોપીને નોટિસ પર છોડી દેવામાં આવ્યો છે.
પ્રિયા સાથે વાત કરતા તેને જણાવ્યું કે, ટીચરે મને પોપટનો સ્પેલિંગ પૂછ્યો હું ન બોલી એટલે પહેલા મને હાથ મરોડ્યો, પછી મારા ગાલ પર 6-7 થપ્પડ મારી. ત્યાર બાદ પ્રિયા રડતી રડતી ઘરે આવી, જયારે મામા ભાનુ ઘરે આવ્યા ત્યારે પ્રિયા પીડાથી બૂમો પાડી રહી હતી. આરોપી શિક્ષકે અગાઉ પણ બાળકોને નિર્દયતાથી માર માર્યો હતો.
આ ટીચરની ઉંમર 19-20 વર્ષની છે. તે કોલેજમાં અભ્યાસ કરે છે. અને સાથે સાથે બાળકોને ટ્યુશન કરાવે છે. યુવતીના મામા ભાનુએ જણાવ્યું કે મુરેનામાં રહેતી તેની બહેનની આર્થિક સ્થિતિ સારી નથી. અને તેથી પ્રિયા મામા ના ઘરે રેતી હતી. ઘટના બાદ યુવતીના મામા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને મામલો નોંધાવ્યો. આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. નોટિસ આપ્યા બાદ તેને પોલીસ સ્ટેશનમાંથી છોડી મુકવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.